________________
માનને જળ,
(પ૭ ) सतावतीक त्रुटितेष्वनितो घातिकर्मसु । तस्मिन्नेव पदे ज्ञानमुत्पेदे तस्य केवलम् ॥२॥
અત્યારે પણ જઈને તે મહામુનિઓને હું વદીશ.” એમ વિચાર કરી તે મહા સત્વશાળી બાહુબળી મુનિએ પગ ઉપાડ્યો કે તરતજ વેલડીઓની જેમ ચારે બાજુથી ઘાતકર્મ ટૂટ્યાં અને તે પગને ઉઠાવતાની વારમાં જ તેમને કેવળજ્ઞાન પ્રકટ થયું.”
વિવેચન –આ ઉપરના દષ્ટાંત ઉપરથી સાર એ ગ્રહણ કરવાને છે કે, માન રૂપ મહાશત્રુઓ બાહુબલી જેવા મહામુનિના તપસ્તેજને પણ તિરહિત (આચ્છાદિત) કરી નાંખ્યું, તે પછી તે, પામર માણસેના ધર્મ ધ્યાનને તે નષ્ટ કરી નાખે, એમાં આશ્ચર્ય શું? તેટલા વાસ્તે મેક્ષાભિલાષી મહાશયોએ માન કરવું નહિ, કદાચ અજ્ઞાન વશાત્ થઈ જાય તે બાહુબલી મહારાજના આ ટૂંક વૃત્તાંતને તુરત યાદ લાવી તેની માફક માનને ત્યાગ કરી આત્મસુખાનંદી બનવું જોઈએ.
એકાંતમાં બેસી ઘડીભર આત્મસાક્ષીએ વિચાર કરવામાં આવે તે એ વાત સ્વાનુભવ સિદ્ધ થાય છે કે, માન મનુષ્યને તત્કાળ પ્રત્યક્ષ ફળ દેખાડે છે. જે વસ્તુને ગર્વ આપણું મનમાં આવ્યો તેજ વસ્તુમાં કાંઈ ફોરફેર અથવા વિકૃતિ થયેલી આપણને ચેડા જ વખતમાં માલુમ પડશે. કદાચ ધારે કે ઉગ્ર પુણ્ય પ્રકષના જોરથી અભિમાનનું ફળ તાત્કાલિક ન મળે તે પણ ભવાંતરમાં તે તેનું ફળ જરૂર જોગવવું પડવાનુંજ, એમાં બિલકુલ સંશય નથી. અભિમાનને મિથ્યાત્વને પિતા (ઉત્પન્ન કરનાર) કહીએ તે પણ ચાલે તેમ છે, કારણકે તે ધમી પુરૂષના મને મંદિરમાં પેસી સુંદર ભાવના રૂપી સુંગધને હડસેલી મુકી કદાગ્રહ રૂપ દુધની વૃદ્ધિ કરે છે અને કદાગ્રહી માણસ તત્વાન્વેષી થઈ શક્તા નથી. જ્યાં તેની મતિ લાગેલી છે, ત્યાં યુક્તિને લઈ જાય છે, પરંતુ યુક્તિયુક્ત વસ્તુ પ્રત્યે તેની મતિ જતી નથી. કદાગ્રહ રૂપ ગ્રહ જેના શિરપર લાગેલે છે તેની ભાગ્યદશા પરવારી સમજવી. કદાગ્રહી પુરૂષને સદ્દવિચારની સ્મૃત્તિ સ્વપ્નમાં પણ દુર્લભ સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org