________________
બાહુબહીનું દષ્ટાન્ત.
(૫૫)
મારા ઉપર અનુકંપાની ખાતર તે રાજ્યને ત્યાગ કર્યો, માટે તને ધન્ય છે, જ્યારે અસંતોષી અને મદેન્મત્ત થએલા એવા મેં, તને ઉપદ્રવ કર્યો એટલા વાસ્તે હું પાપી છું. (૧) જે લેકે પિતાની શક્તિને જાણતા નથી, જેઓ અન્યાય કરે છે, તેમજ જેઓ લેભ વડે પિતાની જીન્દગી ગાળે છે તેઓની અન્દર હું ધુરંધર છું, મતલબ કે હું સ્વશક્તિને જાણતું નથી, અન્યાય કરું છું તેમજ લોભ વડે જવું છું. (૨) “રાજ્ય સંસારરૂપ વૃક્ષનું બીજ છે એ પ્રમાણે જે લેકે જાણતા નથી તેઓ અધમ છે, જ્યારે હું તે તેઓ કરતાં પણ વિશેષ અધમ છું, કારણ કે હું તો ઉપર પ્રમાણે જાણતાં છતાં તેને ત્યાગ કરતે નથી કહેવાને તાત્પર્ય એ છે કે ખરે જાણકાર તે તેજ ગણાય કે જે અમુક વસ્તુને અનિષ્ટ જાણીને તેને ત્યાગ કરે, કિન્તુ તેમ નહિ કરતાં વ્યર્થ વાચાલતાને ધારણ કરનારાઓ જગના ઠગાર છે. (૩) તુંજ તાતને ખરે પુત્ર છે કે જેણે તાતના માર્ગનું અનુસરણ કર્યું, હું પણ તારા સરખે થાઉં તે જ તાતને વાસ્તવિક પુત્ર થાઉં. (૪)
ततो बाहुबलिं नत्वा नरतः सपरिच्छदः । पुरीमयोध्यामगमत् स्वराज्यश्रीसहोदराम् ॥ १॥
ત્યાર પછી બાહુબલિ ઋષિને નમસ્કાર કરીને ભરત મહારાજા પરિવાર સહિત ઈન્દ્રપુરીની સમાન ભાવાળી અયોધ્યા નગરી પ્રત્યે ગયા.
વિવેચન –ભરત મહારાજાએ અંતઃકરણ પૂર્વક ઉપર મૂજબ મહાત્મા બાહુબલીની સ્તુતિ કરવા પૂર્વક પિતાની ન્યૂનતા પ્રદર્શિત કરી, જેથી દ્રવ્ય અને ભાવ એ બેઉ પ્રકારની લક્ષમી મેળવી સ્વસ્થાને ગયા.
હવે અહીં બાહુબલીજીએ પણ શ્રીપ્રભુજી પાસે જવાને વિચાર કર્યો, કે તત્કાળ માન મહાશત્રુ આગળ આવી ખડે થયે. અથત તેમને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે જેમણે મારા કરતાં અગાઉથી વ્રત ગ્રહણ કરેલાં છે, એવા નાના ભાઈઓને હું શું જઇને નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org