________________
ધર્મદેશના
કરું ખરે? તેટલા વાસ્તે ઉચિત છે કે અહીંઆજ ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ તાતની સમીપે જવું. એમ ધારી તેજ સ્થળે ધ્યાનારૂઢ થયા. એક વર્ષ સુધી આહાર પાછું લીધા વિના સ્થાણુની માફક સ્થિર રહ્યા, જે દર્મિયાન તેમની દાઢી અને મૂછમાં પક્ષિઓએ માળા ઘાલ્યા; વળી પશુએ પોતાના શરીરમાં આવતી ખુજલીને દૂર કરવા સારૂ તેમને એક ઝાડ સમજી તેની સાથે ઘર્ષણ કરવા લાગ્યા. ઈત્યાદિ અનેક આશ્ચર્યજનક ઘટના શ્રીબાહુબલીની થયા છતાં, માન મહાશત્રુએ કેવળ જ્ઞાનને ઉત્પન્ન થવા દીધું નહિ. છેવટે કરણસમુદ્ર અંતર્યામી ભગવાને બ્રાહ્મી તથા સુંદરી એ બે સાવીઓને, બાહુબલીને ઉપદેશ કરવા સારૂ મેકલી, ભગવાને બતાવેલી નિશાની અનુસાર તેઓ બેઉ આવી, પરંતુ બાહુબલી દષ્ટિગોચર થયા નહિં. છતાં ભગવાનના વચન પર પૂર્ણ શ્રદ્ધાળુ હોવાથી તેજ સ્થળે તેણીઓએ પુનઃ પુનઃ બારીકીથી તપાસ કરી. મહા કષ્ટ બાહુબલી
ને ઓળખી લીધા બાદ તેઓ ભવ્ય સ્વરથી બોલી –“હે બંધવ! ગજ ઉપરથી નીચે ઉતરે, રાજારૂઢ પુરૂષને કેવળજ્ઞાન થતું નથી.” આ પ્રમાણે વાણીનું ઉચ્ચારણ કરી સ્વાસ્થાને પાછી આવી. તેઓના ગયા બાદ ધીર, વીર અને ગંભીર એવા બાહુબલીજી મહામુનિએ સ્વતંત્ર વિચાર કરવા માંડયે રાજ્યાદ્ધિ તમામને ત્યાગ કર્યો છે, છતાં સંયમધારિણુ સાધ્વીઓએ મને ગજાવતરણ કરવાનું કેમ કહ્યું હશે? મારી પાસે ગજ (હાથી) તે છે નહિ; વળી સાધ્વીઓ કદાપિ જૂઠું બેલે નહિ. ઈત્યાદિક ગહન વિચાર સાગરમાં ગોથાં મારતાં બાહુબલી મહાત્માએ તત્વષ્ટિથી સાધ્વીઓનાં વચનનું રહસ્ય જાણી લીધું–હા ! ધિ ! માં ધક્ ! માન રૂપી ગજ ઉપર ચડેલ પુરૂષને કૈવલ્ય કદાપિ પ્રાપ્ત થાય નહિ, માટે સાધ્વીઓનું કહેવું અક્ષરશઃ સત્ય છે, મારી કેવી અજ્ઞાનતા જે જગવંદ પુરૂષને નમસ્કાર કરવામાં મને લજજા આવી? ખેર ! ભાવિ અન્યથા થતું નથી.” ઇત્યાદિ વિચાર કરી વાંદવાને માટે જવા સારૂ તૈયાર થાય છે –
इदानीमपि गत्वा तान् वन्दिष्येऽहं महामुनीन् । चिन्तयित्वेति स महासत्त्वः पादमुदक्षिपत् ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org