________________
( ૪૧ )
ધર્મ દેશના
જાતિ વડે, લાભ વડે, કુળ વડે, ઠકુરાઈ વડે, ખળ વડે, રૂપ વડે, તપ વડે તથા શ્રુત વધુ મદ કરનાર પુરૂષ, ફ્રીને એટલે જન્માન્તરને વિષે ઉપર કહેલી આઠ વસ્તુઓમાંથી જેને મદકર્યાં હોય છે, તે વસ્તુ હીન પામે છે.
વિવેચનઃ—મદ કહેતાં માન, તેનાં આઠ ઠેકાણાં છેઃ—— કેટલાક પુરૂષને જાતિનું અભિમાન હોય છે, કેટલાકને લાભનુ અભિમાન હોય છે, એટલે કે તેઓ એમ સમજે છે જે મારા જેવા લાભ કોઇને મળ્યા નથી, હું ભાગ્યશાળી છું ઇત્યાદિ, કાઇકને કુલનું અભિમાન હોય છે,——‘મારૂ કુળજ સર્વથી ઉત્તમ, બીજાનાં કુળા મારા કરતાં નીચાં છે,’ તેજ પ્રમાણે કોઈને ખલનું અભિમાન હોય છે, જ્યારે કેટલાકને રૂપનું અભિમાન થાય છે, અર્થાત્ તે એમ સમજે છે જે મારા જેવી આકૃતિ અથવા કાન્તિ કોઈમાં છેજ નહિ. કેટલાકને તપતું અભિમાન એટલે કે હુ તપસ્વી છુ, મારા જેવી તપસ્યા કરનાર આ જગમાં કાણુ છે? વળી કેટલાએક જીવાને જ્ઞાનનુ અ ભિમાન થાય છે, તે એવી રીતે જે ‘મારા જેવુ જ્ઞાન કાને છે ? સર્વ મારી આગળ મૂર્ખ છે. હું જે વ્યાખ્યા કરૂં છું, ભણાવુ છુ યા તત્ત્વ ખેંચું છું તેવા કાઈ માણસ હજી સુધી મે જોયે નથી, ' ઈત્યાદિ પ્રકારે અભિમાન કરતા નર તે તે વસ્તુને જન્માન્તરમાં ન્યૂન પામે છે, અને પરિણામે દુઃખી થાય છે,
•
"
આઠ મદ કરવાથી જેને જેને દુઃખ થયુ તેનાં દૃષ્ટાન્ત કહે છેઃ(૧) જિતના મદ કરનાર રિકેશી નીચ જાતિને પામ્યો. (૨) લાભને મદ કરનાર સુલૂમ ચક્રવ્રુત્તી નરકે ગયા. (૩) કુલના મદ કર નાર મરીચિ ઘણા કાળ સુધી સ ંસારમાં ભમી અંતે શ્રી મહાવીરસ્વામી ના જન્મમાં ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયા, પરંતુ દેવએ હુરણ કરી તે મને સિદ્ધાર્થ ક્ષત્રિયના કુલમાં મૂકયા. (૪) એશ્વર્યના મદ કરનાર દશાર્ણભદ્ર રાજા જ્યારે અહુ કારમાં આવી ચડ્યા ત્યારે ઈંદ્ર મહારાજાએ તેને સ્વઋદ્ધિ દેખાડી, તે જોઈ દશાર્ણ ભદ્ર મદ રહિત થઈ સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org