________________
મનને
જ્ય.
मावर्गवामि वसुधाधिपचक्रवर्ती
सोऽहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥२॥ નિશ્ચય કરીને કર્મનુંજ પ્રધાનપણું છે, તેની અંદર શુભ ગ્રહે કંઈ કરી શક્તા નથી. કારણ કે વશિષ્ઠષિએ રામચન્દ્રજીને ગાદી ઉપર બેસવાનું જે મુહૂર્ત જોઈ આપ્યું હતું, તેજ મુહૂર્તમાં તેઓને વનમાં જવું પડયું હતું. (૧) જે મેં ચિન્તવ્યું હતું તે અત્યન્ત દૂર જાય છે, અને જે મનથી વિચાર્યું પણ નહતું, તે અહિં આવીને ઉભું રહે છે, એટલે કે જે હું પ્રાતઃકાળમાં પૃથ્વીને અધિપતિ ચકવતી થવાને છું તેજ હું જટાવાળા તપસ્વી થઈ જંગલમાં જાઉં છું.
આ ઉપરથી આપણને સ્પષ્ટતા માલૂમ પડે છે કે, દરેક દર્શ નકારોએ યેન કેન પ્રકારેણ કર્મના પ્રાધાન્યને સ્વીકાર કરે છે. અર્થાત્ ઈશ્વર કતૃત્વ સ્વીકારવાવાળાઓ પણ અને કર્મ ઉપરજ આ વીને ઉભા રહે છે, ત્યારે તે પ્રથમથી જ કર્મને માનવું તેજ વધારે શ્રેષ્ઠ છે.
વાર્ષિક તપસ્યાદિક ઘણી તપસ્યા કરી તથા અનેક પરિસહ ઉપસર્ગ સહન કરી, ઘાતિકર્મને ક્ષય કરી, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરી અનેક પ્રાણુઓને શિવ સુખના ભાગી કર્યા. તેજ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુએ ઘોર તપસ્યા કરી છે, તેનું દિગદર્શન આ દેશનાની આદિમાં ઉપઘાતની અંદર કરાવવામાં આવેલું છે, માટે વિશેષ ન લખતાં એટલું જ કહેવું બસ થશે કે પરમાર્થ દષ્ટિ લેકોત્તર પુરૂષની તપસ્યા આગળ આપણી ઘેર તપસ્યા પણ તુચ્છ છે તે સ્વ૫ તપસ્યાને ગર્વ કરે કોઈ રીતે પણ ઉચિત નથી. જે તપ નિકાચિત કર્મને ક્ષય કરવામાં પણ સમર્થ છે તે તપદ્વારા ઉલટે કર્મ બંધ થાય તે કેવું ગેરવાજબી ગણાય? તેને ક્ષણવાર વિચાર કરશે, તે કદાપિ તપને મદ કરવામાં પ્રવૃત્તિ થશે નહિ.
હવે.શ્રી કરૂણાસાગર પ્રભુ આઠમા શ્રતમદને બહિષ્કાર કરવા સારૂ ચેતવણી આપતા સૂચના કરે છે કે –
स्वबुद्ध्या रचितान्यन्यैः शास्त्राण्याघ्राय लीलया । सर्वज्ञोऽस्मीति मदवान् स्वकीयाङ्गानि खादति ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org