________________
( ૧૦ )
ધમ દેશના.
श्रीमद्गणधरेन्द्राणां श्रुत्वा निर्माणधारणम् । कः श्रयेत श्रुतमदं सकर्णहृदयो जनः ॥ २ ॥
અન્ય આચાયોએ બનાવેલા શાસ્ત્રના પેાતાની બુદ્ધિ અનુસાર લીલામાત્રથી ગન્ધ લઈને સર્વજ્ઞપણાના ગર્વ કરનારમાણુસ પેાતાનાજ અંગને ખાય છે; અર્થાત્ પોતેજ પોતાના પગ ઉપર કુહાડા મારેછે. (૧) શ્રીમત્ શ્રેષ્ઠ ગણધરોની રચના શક્તિ તથા ધારણા શક્તિને સાંભળીને, કયા તાત્ત્વિક અંત:કરણવાળા મનુષ્ય શ્રુતમદને આશ્રય કરશે વારૂ ? અપિ તુ કાઇ નહિ કરે. (૨).
વિવેચનઃ—કુશાગ્ર બુદ્ધિવાળા આચાર્ય મહારાજાઓએ પેાતાની બુદ્ધિના સદુપયોગ કરી, લીલા વડે અનેક શાસ્ત્ર અનાવેલાં છે, તથાપિ તેના મનમાં લગાર પણ મદાંશ થયેા નથી, આ વાતની સાખીતિ તેઓના ગ્રન્થા પૂરી પાડે છે; હે પામર જીવ ! તુ તેવા ગ્રન્થા અનાવવાને શક્તિમાન નથી, કેવળ પાંચ પચીશ તેઓના અનાવેલા ગ્રન્થે વાંચવા માત્રથી મઢવાળા થયા છે, જેથી પ્રામાણિક લોકની દૃષ્ટિ આગળ સ્વમૂર્ખતા પ્રદર્શિત કરી, કીર્તિને બદલે અપકીર્તિ પામેલ છે, ઉન્નતિને ઠેકાણે અવનતિન ભાગી થવાથી ગ્રન્થકારે સ્વાંગને ખાનાર એમ કહ્યું છે, તે ઠીકજ છે. શ્રી ગણધર મહારાજાએની ચમત્કાર શક્તિ આગળ તુ અર્કની તુલનાને પણ ધારણ કરવા શક્તિમાન નથી. વિચાર કર કે જે મહાનુભાવાએ ફક્ત ત્રિપદીના જોરથી દ્વાદશાંગીની રચના, ખરાખર શ્રી અર્જુન દેવના આશયને અનુસરીને, બિલકુલ તેનાથી અવિરૂદ્ધપણે કરી છે, તથા તેઓની ધારાશક્તિ તથા રચનાશક્તિ દેવાને પણ આશ્ચર્યાંવમાં ઉતારે છે, તેવા ગણધરોએ પણ કદાપિ કોઇ ઠેકાણે મદાંશ માત્ર પણ કર્યાં હોય એમ તારી ષ્ટિમાં આવે છે શું ? આવતુ હાય તેા જાહેર કર, જ્યારે તેઓએ પણ મદને વિષ તુલ્ય માનેલ છે તે પછી તારી શક્તિ, ભક્તિ તથા વ્યક્તિ શા હિસામમાં છે ? તેટલા વાસ્તે હે ચેતન ! શ્રુતમદદ કોઇ પણ મદ કરીશ નહિ. નિદુ ખની નિઃસીમ સુખના ભાગી મન ઉપર મૂજબ આઠે પ્રકારના માનની જુદી જુદી વ્યાખ્યા કર્યા બાદ હવે માનનુ સમુચ્ચય સ્વરૂપ સામાન્ય પ્રકારે બતાવે છેઃ——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org