________________
માનના ન્ય.
उत्सर्पयन् दोषशाखां गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानद्रुस्तन्मार्दवसरित्पूरैः ॥ १ ॥ રાષરૂપી શાખાઓના વિસ્તાર કરનાર, તેમજ ગુણુરૂપ મૂળીએને નીચે લઇ જનાર એવા માન રૂપી વૃક્ષને, કામળતા રૂપી નદીના પ્રવાહુ વડે જડમૂળથી ઉખેડી નાંખવુ જોઇએ,
હવે માનને નાશ કરવા ઇચ્છતા જનાએ તેના ઔષધ તરીકે મૃદુતાનુ સેવન કરવું જોઇએ, એ વાતનું સમર્થન કરે છે—
( ૫૧ )
मार्दवं नाम मृदुता तचौत्य निषेधनम् । मानस्य पुनरौवत्यं स्वरूपमनुपाधिकम् ॥ १ ॥ अन्तःस्पृशेद्यत्र यत्रौवत्यं जात्या दिगोचरम् । तत्र तस्य प्रतीकार हेतोर्मार्दवमाश्रयेत् ॥ २ ॥ માર્દવ એટલે મૃદુતા; તે ઉદ્ધતાઈને દૂર કરનાર છે, અને માનનું સ્વાભાવિક સ્વરૂપ ઉદ્ધતાઇ છે. (૧)
અન્તઃપ્રદેશની અન્દર જે જે જગ્યાએ જાતિ મદ વિગેરે આઠ મદ સંબંધી ઉદ્ધૃતતા સ્પર્શ કરે તે તે સ્થળે તેના વિનાશને માટે મૃદુતા ધારણ કરવી. (૨)
વિવેચન:રોગની શાંતિ માટે બુદ્ધિમાને જેમ ચાગ્ય ઔષધઉપચારો કરવાના છે, તેમ આઠ મના સંબંધ જ્યાં જ્યાં જણાય ત્યાં ત્યાં કામળતાના ઉપયોગ કરવા હિતકર છે. મૃદુતા મદના સખધને દૂર કરવામાં પરમાધિ છે. મૃદુતા ગુણુને ધારણ કરનાર પુરૂષ હમેશને માટે સુખી રહે છે. દાખલા તરીકે આપણે એક પુષ્પ લઇએ,
પુષ્પની મૃદુતા જગમાં પ્રસિદ્ધ છે. જુએ, આ પુષ્પને ભ્રમર જેવી કઠિન સ્વભાવવાળી જાતિ પણ દુ:ખ દેતી નથી; જો કે ભ્રમરના સ્વભાવ કઠિનની સાથે કાંઠેન થવાના છે, ત્યારે ઇતર જનની તે વાતજ શી ? માટે મૃદુતા સર્વથા ધારણ કરવામાં સાર છે. કશું પણ છે કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org