________________
(૪૪)
ધર્મદેશના.
परप्रसादशक्त्यादिलवे लाने महत्यपि । न लाजमदमृच्छन्ति महात्मानः कथञ्चन ॥१॥
પર પ્રસન્નતાની શક્તિ આદિથી થએલ મોટા લાભમાં પણ માહાત્મા પુરૂષે કઈ રીતે લાભ મદને પ્રાપ્ત થતા નથી.
હવે કુલમદને ત્યાગ કરવાનો પ્રકાર દર્શાવે છે –
अकुलीनानपि प्रेक्ष्य प्रज्ञाश्रीशीलशालिनः । न कर्तव्यः कुलमदो महाकुलनवैरपि ॥१॥ किं कुलेन कुशीनस्य सुशीलस्यापि तेन किम् ? । एवं विदन् कुलमदं विदध्याद् न विचक्षणः॥॥
અકુલીન એટલે નીચા કુળમાં ઉત્પન્ન થએલા માણસને પણ જ્ઞાન, લક્ષમી તથા આચારવડે શોભતા દેખીને મેટા કુળમાં ઉત્પન્ન થએલા માણસોએ પણ કુળ મદ કરે વ્યાજબી નથી. (૧)
જે માણસ કુશીલ એટલે દુરાચારી છે, તેને કુળવડે કરીને શું? તેમજ સુન્દર આચારવાળાને પણ કુળનું શું પ્રજન છે? એમ જાણતાં છતાં વિચક્ષણ પુરૂષે કુલમદ ન કરવું જોઈએ. (૨)
વિવેચન—આ જગતમાં અકુલીન પુરૂષ વિદ્યા લક્ષમી આદિ પદાર્થોથી વિભૂષિત જોવામાં આવે છે, તેનું કારણ એ છે જે તેઓએ પૂર્વ જન્મમાં પુણ્ય ઉપાર્જન કરેલ છે, તેની સાથે નીચ કુળનું કર્મ પણ બાંધેલ છે, તેથી તે પ્રમાણે આ જન્મમાં તેને તે પ્રાપ્ત થએલ છે. વળી કેટલાકએ ઉચ્ચત્ર કર્મ બાંધેલ છે, છતાં પુણ્ય ઉપાર્જન કરેલું નથી હોતું, તે કુલ ઉત્તમ છતાં ધન ધાન્યાદિ ઋદ્ધિ સમૃદ્ધિથી રહિત હોય છે. માટે તે તમામને શુભાશુભ કર્મની રચના જાણું કુળમદ ન કરે. જેને કુટેવેએ પિતાને દાસ બનાવેલ છે, તેવા માણસને કુળથી શું ફાયદો થનાર છે તેમજ વળી જેને સદાચાર ઉપર સ્વાભાવિક પ્રેમ છે તેને પણ કુળથી શે ઉપકાર છે? ઉચ્ચ નીચ કુળ લેકિન ક પ્રખ્યાતિ ભલે આપે, પરંતુ તે કદાપિ કેત્તર ગુણ કરનાર નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org