________________
માનનો પ..
ઉલટું ઉત્તમ કુળ નિમિત્તે જે કર્મબંધ થતું હોય તે ઉત્તમ કુળ પણ શસ્ત્રરૂપ થયેલું ગણાય, કારણ કે જે તેવું કુળ ન પામ્યું હોત તે કર્મ બંધ કરત નહિ, પરંતુ તેથી ઉલટું ન્યૂનતાની ભાવના ભાવત. યાદ શખવું જોઈએ કે શુભ ચીજ સુંદર વિચારવાળા પુરૂષને હિતકર છે.
હવે ઐશ્વર્યના મદને મૂકી દેવાને ઉપદેશ કરે છે – श्रुत्वा विन्नुवनैश्वर्यसंपदं वज्रधारिणः । पुरमामधनादीनामैश्वर्ये कोहशो मदः ? ॥१॥ गुणोज्वलादपि भ्रश्येद् दोषवन्तमपि श्रयेत् । कुशीलस्त्रीवदैश्वर्यं न मदाय विवेकिनाम् ॥२॥
ઈદ્ધ મહારાજની ત્રણ ભુવનના ઐશ્વર્ય (કુરાઈ) ની સંપાને સાંભળીને શહેર, ગામ અથવા ધનાદિકના એિશ્વર્યમાં મદ કે અર્થાત્ મદ કરવા યુક્ત નથી. (૧) દુરાચારી સ્ત્રીની માફક જે ગુણવાન પુરૂષને પણ તજી જાય છે, તેમજ જે દેષવાન પુરૂષને પણ આ શ્રય કરે છે એવા ઐશ્વર્યથી વિવેકી પુરૂષને મદ થતું નથી. (૨)
વિવેચન –ઇન્દ્રની ઋદ્ધિ આગળ મનુષ્યની નહિ શી ગણતરીમાં છે? જ્યારે તે કશા હિસાબમાં નથી તે પછી એશ્વર્યને મદ કર વ્યર્થ છે. ઇંદ્ર પણ અવસર થયેથી પિતાની અદ્ધિને છેડી જાય છે, ત્યારે મનુષ્યની તે વાત જ શી ? માટે અનિત્ય એવી વ્યક્તિને વાસ્તે નિત્ય એવા આત્માને દુઃખી કરવા જેવું થાય છે. (૧).
અમુક પુરૂષ ગુણવાન છે એમ જાણી ઐશ્વર્ય કાંઈતેની પાસે આવતું નથી, તેમજ તે નિર્ગુણી છે એમ સમજી, ર જતું નથી, માત્ર તે પૂર્વ પુણયની રચનાના આધાર ઉપર રહેલું છે. પુણ્યના ક્ષયમાં તેને ક્ષય થાય છે, પુણ્યની વૃદ્ધિમાં તે વિલસિત રહે છે, તાત્પર્ય એ છે કે ઐશ્વર્યાનું કારણ પુણ્ય છે, અને તે પુણ્ય પણ આખરે હેય (તજવાલાયક) છે. તથાપિ પરંપરાવડે મોક્ષનું કારણ હોવાથી શાસ્ત્રકારોએ પવિત્ર પુણ્યને આશ્રય કરે છે. તેટલા સારૂ પુણ્ય ઉપાર્જન કરવા વાસ્તે પ્રયત્નશીલ થવું; પરન્ત ઐશ્વર્યને મદ કદાપિ કરવે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org