________________
~
દેશનાના ભેદ.
(૧૪) આ પ્રમાણે પ્રસંગોપાત નય, નિક્ષેપ, પ્રમાણદિનું વિવેચન કર્યા બાદ હવે “દેશના”ના વિષય ઉપર આવીશું.
નક દેશનાના ભેદ. --- દેશના એટલે ઉપદેશ, ઉપદેશ દુનિયામાં બે પ્રકારને જોવામાં આવે છે. [૧] સ્વાર્થોપદેશ [૨] પરમાર્થોપદેશ.
રાગી પ્રાણિને ઉપદેશ સ્વાર્થોપદેશ કહેવાય છે. તેવારે વીતરાગ પ્રભુને ઉપદેશ પરમાર્થોપદેશ કહેવાય છે.
ધન, યશેવાદ, અથવા પુણ્યના લેભથી જે ઉપદેશ થાય છે તેનું નામ સ્વાર્થોપદેશ ગણાય છે. પરંતુ તે ઉપર કહેલા ધનાદિકની અપેક્ષા વિના જે ધર્મોપદેશ દેવાય છે, તેનું નામ પરમાર્થોપદેશ કહી શકાય. તે તીર્થકર પ્રકૃતિને હોય છે. શ્રી તીર્થકરને ધન, યશવાદ તથા પુણ્યની બિલકુલ દરકાર નથી દીક્ષા સમયની પૂર્વે એક વર્ષ સુધી તીર્થકરે વાર્ષિકદાન આપે છે. તેની સંખ્યા, ત્રણ અબજ અઠાશી કરેડ એંશી લાખ સોના મહોર કમાણની છે. આવું દાન દેનાર દાનવીર કદાપિ ધનની આશા રાખે ખરા કે? કદાપિ નહિ. વળી જેમને યશાવાદ ચેસઠ ઈન્દ્રો જન્મ સમયથી લઈને નિર્વાણ સમય સુધી બરાબર કરતા રહે છે, તે તીર્થકર મહારાજ શું લૈકિક યશવાદની ચાહના રાખે ખરા કે?તથા અતુલ પુણ્ય પ્રકર્ષના પ્રભાવથી જેણે તીર્થકર નામકર્મ બાંધેલું છે તેને કેવળ ખપાવવા સારૂજ આહાર, વિહાર, ધર્મોપદેશાદિ કાર્ય કરવામાં જેમની પ્રવૃત્તિ છે તેવા પુરૂષ શું પુણ્યની આકાંક્ષાવાળા સંભવે ખરા કે?
કેટલાએક સરાગી પુરૂષે ધનને માટે ઉપદેશ કરતા જોવામાં આવે છે. જ્યારે કેટલાએક દુનિયામાં પોતાને યશ ફેલાય તેટલા સારૂ ઉપદેશ કુશળતા મેળવે છે, છેવટે વ્યાખ્યાન વાચસ્પતિ વિગેરે બિરૂદે પ્રાપ્ત થવાથી પિતાની કૃતાર્થતા થઈ સમજે છે. તે ઉપરાંત કેટલાએક નિસ્પૃહી તથા ત્યાગી વેરાગી મુનિવરે જે કે ભવ્ય જીને ધર્મને ઉપદેશ તે જીવેના કલ્યાણને અર્થે આપે છે, પરંતુ તેઓ ધર્મોપદેશ દ્વારા જે શુભ પુણ્ય ઉપાર્જન થાય છે, તેને મોક્ષનું કારણ સમજતાં હેવાથી તેઓને પણ પુણ્યની અભિલાષા છે, એમ કહી શકાય, તેટલા જ સારૂ તે તમામ ઉપદેશને સ્વાર્થોપદેશમાં દાખલ કરી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org