________________
તીર્થંકરાનું ટૂંક ચરિત્ર.
( ૧૧ )
તેટલી વેદના તીર્થંકરને જીવ ભાગવતા નથી, પરંતુ એછી ભોગવે છે, તમામ તીર્થંકર મહારાજાએ શ્રી મહાવીર ભગવાનની માફ્ક નવ માસ તથા સાડા સાત દિવસ સુધી ગર્ભાવાસમાં રહે એવા નિયમ નથી, કાઇ તેનાથી અધિક સમય તા કાઇ તેથી ન્યૂન સમય પણ રહે છે,
.
જ્યારે શ્રી તીર્થંકર મહારાજના જન્મ થાય છે, કે તુરતજ શ્રી • સાધર્મ ' નામનું ઈંદ્રનું આસન કંપાયમાન થાય છે, તે સમયે તે ઈંદ્ર અવધિજ્ઞાન વડે ઉપયોગ આપી શ્રીતીર્થકર મહારાજના જન્મ થયા, એમ જાણી જાય છે; તત્કાળ સિંહાસન ઉપરથી નીચે ઉતરે છે તથા જે દિશામાં શ્રી તીર્થંકર દેવના જન્મ થયે હાય છે તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી નમસ્કાર પૂર્વક શ્રી ભગવાનની સ્તુતિ કરે છે શ્રી પ્રભુના જન્મોત્સવ કરવા સારૂ જેમ સાધર્મેન્દ્ર સપરિવાર આવે છે. તેજ પ્રમાણે અનુક્રમે ખીજા ઈંદ્રા પણ પ્રભુના જન્માત્સવમાં લાભ લે છે.
તે ઇંદ્રા મળીને પ્રભુને મેરૂ શિખર ઉપર લઇ જાય છે, ત્યાં પાંડુક વનની અંદર પાંડુકશિલા નામની શિલા ઉપર સિંહાસન રચી તેમાં સાધર્મેન્દ્ર પ્રભુને ખેાળામાં લઇને મેસે છે. ત્યારબાદ વૈ િ તીર્થીનાં જળ તેમજ પુષ્પ વિગેરે સુગ ંધીદાર દ્રવ્ય મિશ્રિત જળ વડે પ્રભુને અભિષેક કરે છે, વિગેરે અનેક ભકિત ભાવ પૂર્વક પ્રભુજીને લઇ જઇને તેમની માતાજી પાસે મૂકી આવે છે,
ત્યાર પછી ચેસઠે ઈંદ્રા સાથે મળી આ જંબૂદ્રીપથી આઠમા નીશ્વર દ્વીપમાં જઇ શાશ્વત જિન મંદિરની અ ંદર અઠ્ઠાઇ મહત્સવ કરે છે. તે પૂર્ણ થયા બાદ આત્માને ધન્ય માનતા થકા પોત પોતાના સ્થાનક પ્રત્યે જાય છે.
હવે અહીં પ્રભુ પણ દ્વિતીયાના ચંદ્રની માફક દિવસે દિવસે વૃદ્ધિ ંગત થતા જાય છે, તથા તેમની આકૃતિ અતિ સુંદર હોય છે; કહ્યું છે કેઃ
द्विजराजमुखो गजराजगतिररुणोष्ठपुटः सितदन्तततिः । शिविकेशजरोऽम्बुजमज्जुकरः सुरनिश्वसितः प्रजयो सिवः ||१||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org