________________
( ૪ )
ધ દેશના.
હવે આથી ઉલટુ, શ્રી વીતરાગ ભગવાનને ઉપદેશ જે છે તે પરમાર્થીપદેશ છે. આ ઠેકાણે આપણને પુરુવિશ્વાસે વચનવિશ્વાસઃ એ ન્યાયને આગળ કર્યા વિના ચાલશે નહિ. અહીંઆં તેટલા માટે પ્રથમ પરમાૌપદેશ દેનાર પુરૂષનું ચરિત્ર તથા લક્ષણ કેવા પ્રકારનુ હાય તેના ઘડીભર વિચાર કરીશું તે તે અપ્રસ ંગેાપાત નહિજ ગણાય,
તીર્થંકરાતુ ટ્રક
ચરિત્ર.
જે જીવ ભવિષ્યમાં તીર્થંકર થનાર હોય છે,તે જીવ સ્વાભાવિક રીતેજ સર્વ સ્થળે ઊંચ કોટી ઉપર રહે છે; દાખલા તરીકે, તે જીવ જો કે પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય તેપણ ખારી માટીની અંદર ઉત્પન્ન નજ થાય; પરંતુ સ્ફટિક રત વિગેરે ઉચ્ચ જાતિના પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય, તેજ પ્રમાણે જળમાં, અગ્નિમાં, વાયુમાં તથા વનસ્પતિ કાયની અંદર પણ જો તે જીવ ઉત્પન્ન થાય તે પણ તે તે કાયની અ ંદર જે ચીજ ઉત્તમ ગણાતી હોય તેમાંજ તે ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે એકેન્દ્રિયમાં ભવ ભ્રમણ કર્યાં બાદ તે જીવ અનુક્રમે દ્વીન્દ્રિયાક્રિકમાં ગતિ કરતાં કરતાં છેવટે દેવ મનુષ્યાદિના ભવને પામે છે. ત્યાં મનુષ્યના ભવની અંદર વૈરાગ્યવાસિત અંતઃકરણ વાળા થઇ તે તીર્થંકરને જીવ વીશ સ્થાનકના તપની યા તેમાંના એકાદિ તપની આરાધના કરે છે, જેને પરિણામે અત્યુત્તમ તીર્થકર નામ કર્મ બાંધવા ભાગ્યશાળી બને છે, ત્યાં આયુષ્યની સ્થિતિ પૂર્ણ કરી પ્રાયઃ દેવલાકની ગતિને પ્રાપ્ત કરે છે. કદાચિત્ નરક ગતિમાં જાય છે, તેપણ તે બેઉ ગતિએની અંદર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોવાથી, તે જ્ઞાનના પ્રતાપથી પેાતાના ચ્યવન સમય જાણી લે છે, તથા હું અમુક સ્થળે ઉત્પન્ન થઇશ, તે પણ જાણે છે. ત્યાર પછી તે દેવ અગર નરક ગતિમાં જેટલી આયુષની સ્થિતિ પોતાને ભેગવવાની હાય તે પૂરી કરી, માન સરોવર પ્રત્યે જેમ હંસ ઉતરી આવે છે, તેમ તીર્થંકર પાતે માતાની કુખે અવતરે છે.
સામાન્ય મનુષ્યની માફક પોતે પણ નવ માસ પર્યન્ત ગર્ભાવાસમાં રહે છે, પરંતુ જેમ છંતર મનુષ્ય ગર્ભમાં જે વેદના લેગવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org