________________
( ૨૦ )
ધર્મ દેશના. મેરની માફક નિપ્રકંપ “સાગરની માફક ગંભીર એટલે જેમ સમુદ્ર પિતાને સ્વભાવ છેડતે નથી, તેમ પ્રભુ પણ હર્ષ વિષાદનાં કારણે મળે છતે પણ અવિકૃત સ્વભાવવાળા રહે છે, વળી ચંદ્રની માફક શાંત “સૂર્યની માફક તેજસ્વી” તેમજ “સુવર્ણની માફક સ્વચ્છ સ્વભાવી” એવા પ્રભુજી હેય છે, અર્થાત્ જેમ સુવર્ણ તાપતાડનાદિ કષ્ટ સમયમાં પણ પોતાના સ્વભાવને છોડતું નથી, તેમ ભગવાન કષ્ટ પરંપરા પ્રાપ્ત થયે છતે પણ સ્વભાવને છોડતા નથી. “વસુંધરાની માફક સર્વસહ” ઈત્યાદિ અનેક વિશેષણ વિશિષ્ટ એવા શ્રીભગવાન તપસ્યાદિક કરતા છતા, છમસ્થ ભાવને વ્યતીત કરે છે. ભગવાન જે તપસ્યા કરે છે તે તમામ “નિર્જલ”(ચઉવિહાર) હોય છે.
દાખલા તરીકે શ્રી મહાવીર ભગવાને બાર વર્ષ ઉપશન ઘોર તપસ્યા કરી હતી, તેની અંદર ફક્ત ૩૪૯ પારણાં થયાં હતાં, તેમજ પૂત સમયમાં નિદ્રા પણ માત્ર એક રાત્રિ પ્રમાણુજ કરી હતી. શ્રી મહાવીર દેવે નીચેની તપસ્યા કરી હતી –
૧ છમાસી, ૧ પાંચ દિવસ ન્યૂન છમાસી, ૯ માસી, ૨ ત્રિમાસી, ૨ અઢી માસી, ૬ દ્વિમાસી, ૨ દેઢમાસી, ૧૨ માસ ક્ષપણુ, ૭૨ પંદર ઉપવાસ, ૨ દિનભદ્ર પ્રતિમા, ૪ મહાભદ્ર પ્રતિમા, ૧૦ સર્વતોભદ્ર પ્રતિમા, રર૯ છઠ, ૧૨ અઠમ..
આ પ્રમાણે હિસાબ લગાવતાં કુલ ૩૪૯ ધારણ કર્યા હતાં. પૂર્વોક્ત ઘેર તપસ્યાના પ્રભાવથી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય, તથા અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય કરી લેકાલકને પ્રકાશ કરનારું એવું કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ શ્રી પ્રભુજી પૂર્વોક્ત સમવસરણની અંદર બેસી દેશના આપે છે. આ દેશના અર્ધમાગધી ભાષામાં હોય છે. દેવ, મનુધ્ય તથા તીર્થંચની મળીને બાર પરિષ એટલે પરખદાએ આ સમયે ભરાય છે. સમસ્ત જીવે પરસ્પર વિર ભાવને ત્યાગ કરીને શાંતિ પૂર્વક શ્રી પ્રભુજીના વચનામૃતનું પાન કરે છે. હવે અહીં જરૂર શંકા થશે કે તર્યચે કેવી રીતે સમજતા હશે? તેના ઉત્તરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org