________________
( ૨૪ )
ધર્મ દેશના.
ના ચાર જે મદ્ય, કષાય નિદ્રા અને વિકથા છે, તે તેના કાર્ય રૂપ છે, કારણ કે વિષયી પુરૂષ પ્રાયઃ વ્યસની હોય છે. વળી ક્રોધ, માન, માયા, લાભ આ ચાર કષાય પણ વિષય નિમિત્તેજ થાય છે, રાગદ્વેષ તે તેના સહચારીજ છે. જ્યારે નિદ્રા અવ્યભિચરિત રીતે વિષયી માણસની સેવા કરે છે, તેમજ સ્ત્રીકથાર્દિક વિકથાએ તે વિષયી માણુ સના શિરપર વિધિના લેખની માફ્કલખાએલીજ હોયછે, શ્રી કાટયાચાર્યજી સૂત્ર કૃતાંગની ટીકામાં લખે છે જે— निर्वाणा | दसुखप्रदे नरनवे जैनेन्द्रधर्मान्विते लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । वैडूर्यादिमहापलौघनिचिते प्राप्तेऽपि रत्नाकरे ord स्वरूपमदीप्तिकाशकलं किं चोचितं सांगत ? ॥ १ ॥ ભાવાર્થ:—શ્રી જૈનેન્દ્રના ધમંથી યુક્ત, તેમજ નિર્વાણુ તથા સ્વર્ગાદિના સુખને આપનાર એવા મનુષ્ય જન્મને પામીને, અમનાજ્ઞ તથા સ્વલ્પ એવા વૈષયિક સુખને સેવુ યોગ્ય નથી, ઉદાહરણ તરીકે વૈૉંદિ મહા રત્નરાશિથી પરિપૂર્ણ એવા રત્નાકરની પ્રાપ્તિ થયે તે થોડા કાન્તિવાળા કાચના ટુકડાને ગ્રહણ કરવો શુ ઉચિત છે? કદાપિ નહિં, હે ભવ્ય પ્રાણીઓ ! ઘેાડા માટે ઝાઝું ગુમાવવુ વ્યાજખી નથી. નિગોદમાંથી ચડતાં ચડતાં મનુષ્યોના જન્મ પ્રાપ્ત થયે, હવે માત્ર વિષયના સગ તજવા એજ બાકી છે. જો તે ક્રૂરકમ વાળા પાપી વિષયના તમે સ ંગ નહિ તજશે તેા કલ્યાણુ તમારાથી સેંકડા ગાઉ દૂર ભાગતુ રહેશે.
મનુષ્ય જન્મની દુર્લભતા દેખાડવા સારૂ શાસ્ત્રકારોએ દશ દૃષ્ટાન્તા આપેલા છે, જેના ઉલ્લેખ અન્ય પ્રસ ંગે આગળ ઉપર કરવામાં આવનાર હાવાથી, અત્યારે તેને અહીં નહિં ખતાવતાં નીચે અતાવેલી વસ્તુઓ પણ ઉત્તરોત્તર દુર્લભ છે તે ખાખતના શ્લોકો વાંચકાની દૃષ્ટિ સન્મુખ રજુ કરૂ છુઃ
नूतेषु जङ्गमत्वं तस्मिन् पञ्चेन्द्रियत्त्रमुत्कृष्टम् । तस्मादपि मानुष्यं मानुष्येऽप्यार्यदेशश्च ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org