________________
ધર્મ દેશના
(સભા) સમક્ષ ધર્મોપદેશ દે શરૂ કરે છે, તેને દેશના કહે છે. આ દેશનાના કંઈક સ્વાદને અનુભવ આગંલ ઉપર વાંચકને સારી રીતે કરાવવામાં આવશે,
જ્યાં સુધી તીર્થકર મહારાજાઓને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય, તેટલા વખત સુધીમાં પોતે દેવ, મનુષ્ય તથા તીર્થાએ કરેલા ઘેર ઉપસર્ગ તથા પરિસને સમભાવ પૂર્વક સહન કરે છે. જેમકે –
पन्नगे च सुरेन्छे च कौशिके पादसंस्पृशि ।
निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः ॥१॥ ભાવાર્થ–શ્રી વિરપ્રભુના ચરણ કમળને સ્પર્શ ઈદ્ર મહારાજે ભક્તિભરના આવેશથી કર્યો હતો, જેવારે ચંડ કૌશિક નામના સપે તેજ ચરણ કમળને સ્પર્શ દ્વેષબુદ્ધિથી કર્યો, ચંડકૌશિકે ચિન્તવ્યું જે “આ વળી મારા સ્થાન ઉપર આવીને કણ ઉભે છે? હું પલકમાં તેને દંશ મારી જમીન ઉપર પટકી દઈ પંચત્વ દશાને પમાડું છું.” આ પ્રમાણે તે પૂર્વેક્ત ઈંદ્ર મહારાજ તથા આ ચંડકૌશિકની બુદ્ધિમાં જમીન આસ્માનને ફરક હોવા છતાં, ભગવાનની બુદ્ધિ તે તે બેઉ ઉપર એકાકારજ છે, અર્થાત્ પોતે રાગ દ્વેષ રહિત છે, એવા શ્રી મહાવીર પરમાત્માને મારે નમસ્કાર થાઓ.
कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः ।
ईषद्वाष्पान्योर्न श्रीवीरजिननेत्रयोः ॥१॥ ભાવાર્થ –સંગમ દેવે એક રાત્રિની અંદર શ્રી વિરપ્રભુને અતિ કોર એવા વીશ ઉપસર્ગો કર્યા હતા. જે માહેના એક ઉપસર્ગથી પણ મજબૂત બાંધાવાળા લોકિક પુરૂષનું શરીર પણ એક ક્ષણ વારમાં નાશ પામી જાય, તે તેવા વિશ ઉપસર્ગો પ્રભુએ સમભાવથી સહન કર્યા, એટલું જ નહિ પરંતુ તે અપરાધ કરનાર સંગમ નામના દેવ ઉપર પણ પ્રભુને અપૂર્વ કૃપા લહેરી આત્મામાં ઉત્પન્ન થઈ, અને “આ બિચારા કર્મબંધન કરી દુર્ગતિએ જાય છે” ઈત્યાદિક વિચારાધીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org