________________
( ૧ )
ધ દેશના.
मतिमान् श्रुतिमान् प्रथितावधियुक् पृथुपूर्वजवस्मरणो गतरुक् ! मतिकान्तिधृतिप्रभृतिस्वगुणैर्जगतोऽप्यधिको जगती तिलकः ||२||
ભાવાર્થ :—જેમનુ મુખ ચંદ્રમા જેવું છે, એરાવત હાથી જેવી જેની ગતિ છે, જેમનુ આષ રૂપી પત્ર લાલ છે, સફેદ જેમની દાંતની શ્રેણી છે, કેશના સમૂહ કાળા છે, તથા કમળના જેવા નાજુક જેમને હાથ છે, જેમના શ્વાસ સુગધવાળા હોય છે, તેમજ જેએ કાંતિ વડે દેદીપ્યમાન હોય છે, મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા તેમજ જેમનુ અવધિજ્ઞાન વિસ્તારવાળુ છે એવા પ્રભુજી હોય છે, તથા પૂર્વ ભવનુ સ્મરણ જેમને વિસ્તારવાળુ હાય છે એવા, તેમજ રાગ રહિત, તેમજ મતિ, કાંતિ, ધીરજ વિગેરે પોતાના ગુણા વડે કરીને આખા જગત્ થકી પોતે ચડિયાતા હાય છે. એવા શ્રી પ્રભુ જગત્ના તિલક સમાન છે,
જ્યારે પ્રભુ યાવનશ્રીને પ્રાપ્ત થાય છે, ત્યારે માત પિતાએ વિવાહને માટે આગ્રહ કરે છે. આ અવસરે પ્રભુજી અવધિજ્ઞાન દ્વારા પોતાને ભાગ્ય કર્મ બાકી છે કે નહિ તેને વિચાર કરી લે છે. જો તેમને ભાગ્ય કર્મ હજી બાકી છે, એવુ માલૂમ પડે તે ( પોતાને હજુ શિર પર જે કરજ છે તે દેવુ જ પડશે એમ ધારી ) વિવાહિત થાય છે, તથા ભાગ્ય કર્મ ખાકી નથી, એમ જો તેમને માલૂમ પડે તે શ્રીનેમનાથજી તથા મદ્ઘિનાથજીની માફક વિવાહમાં જોડાતા નથી. વિવાહિત થએલ તીર્થંકરોને પુત્રાદિક પણ થાય છે; તેવી રીતે જયારે ભાગ્ય કર્મના અત થવા આવે છે, ત્યારે લેાકાંતિક દેવ શ્રી પ્રભુ પાસે આવી, પ્રાર્થના પૂર્વક સૂચના કરે છે કે “ હે ભગવન્ કર્મ રૂપ કિચ્ચડમાં ડૂબી રહેલા આ સ ંસારના ઉદ્ધાર કરો, તથા તીર્થ પ્રવર્તાવે ” સ્વયં પોતાના અવધિજ્ઞાન વડે સ્વદીક્ષા સમયને જાણી રહ્યા છે, તથાપિ આ લોકાંતિક દેવાના અનાદિ કાળથી એવા આચાર હોવાથી પૂર્વોક્ત પ્રાર્થના કરે છે. આ વખતે દરેક તીર્થંકરો પેાતાના માતપિતા અગર વડીલ અધુ પ્રભૃતિની સમ્મતિ લઈ વાર્ષિક દાન દેવું શરૂ કરે છે. એક પ્રહર સુધી યાચક જે કાંઈ માગે તેટલું તેની ઇચ્છા પૂર્વક દાન આપે છે.
પ્રભુજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org