________________
તમારે હેતુ, સંકર વ્યતિકર તથા વિરોધાદિ દૂષણ દૂષિત થશે. હવે અમે તમને પૂછીએ છીએ કે, આ પ્રમાણે દૂષિત થએલે હેતુ દી પણ સાથને સાધક થશે ખરે કે?”
આ પ્રમાણે જ્યારે તમને પૂછવામાં આવશે ત્યારે તમારી જરૂર કહેવું પડશે કે “અમે હેતની અંદર સાધકત્વ તથા બાધકત્વ ઊભય ધર્મ અપેક્ષિત માનીએ છીએ તે બસ! જેને પણ ક્યાં નિરપેક્ષિત માને છે? એક વસ્તુની અંદર પરસ્પર વિરૂદ્ધ જે ઉભય ધર્મ માનવા પડે છે, તેનું નામજ સ્યાદ્વાદ છે. | ગમે તે માર્ગે જાઓ, પરંતુ સત્ય માર્ગને ગ્રહણ કર્યા સિવાય ઈચ્છિત નગરની પ્રાપ્તિ થનાર નથી. મને કહેવા કે દરેક દર્શનાનુયાયિ જનેએ પ્રકારનાંતરથી સ્યાદ્વાદ સ્વીકાર્યો છે. તેની ટૂંક નૈધ અહીંઆ લઈશું તે તે અગ્ય તે નહિજ ગણાય.
પ્રથમ સાંખ્ય મતની પ્રક્રિયા વિચારી જોઈએ. તેઓ સત્વ, રજસ તથા તમન્સ એ ત્રણ ગુણની સામ્યવસ્થાને પ્રધાન (મૂલ) પ્રકૃતિ માને છે. તેમ છતાં તે મતની અંદર, પ્રસાદ, લાઘવ, શેષ, તા૫ વાર
દિ ભિન્ન સ્વભાવ વાળા અનેક ધર્મોને એક ધમની અંદર સ્વીકાર કરવામાં આવ્યું છે, તે હવે વિચારવાનું છે કે, આનું નામ અને કાન્તવાદ નહિ તે બીજું શું કહી શકાય?
તેમજ વળી પૃથિવીમાં નિત્યત્વ, અનિત્યત્વ, એવા પરસ્પર વિરૂદ્ધ ધર્મને સ્વીકાર નૈયાયિકાએ કરેલે છે, તે સ્યાદ્વાદ નહિ તે બીજું શું છે.?
પંચવાર્ષેિ રત્રનું નામ મેચક છે, બેહે આવા મેચકના જ્ઞાનને એક અથવા અનેકાકારમાં માને છે, તે પણ સ્યાદ્વાદજ છે. | મીમાંસક “ઘટમાં નાનાયિ” (હું ઘટને જાણું છું) એવા પ્રકારના અનુભવથી તથા જ્ઞાન સ્વપ્રકાશક તેમના મતમાં હોવાથી એકજ જ્ઞાનમાં પ્રમાતા પ્રમિતિ તથા પ્રમેય રૂ૫ વિષયતાને સ્વીકાર કરે છે. આનું નામ પણ સ્યાદ્વાદ સિવાય બીજું કાંઈ નથી. ખરૂં પૂછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org