________________
પ્રાયઃ એ વાત દરેકના જાણવામાં છે કે વર્તમાન પ્રજા એવાં પુસ્તકોની માગણીઓ વધારે કરે છે કે-જે સમજમાં આવે તેવી સરલ અને સરસ ભાષામાં લખાએલાં હોય, અને જેમાંથી જૈનધર્મના મોટા મોટા તમામ સિદ્ધાંતેતબે સ્પષ્ટ રીતે સમજાઈ આવે.”
સૂરીશ્વરજી મહારાજે આ પુસ્તકની જના, ખરેખર ઉપરની વાતને મરણમાં રાખીનેજ કરેલી છે, અને તેટલા માટે આ પુસ્તક તેવી માગણી કરનારાઓને માટે અમૂલ્ય ખજાને થઈ પડશે, એમ કહેવું કઈ રીતે અત્યકિત ભરેલું નથી.
આ પુરતકની રચનામાં સુરીશ્વરજીએ વાર્તામાનિક સ્થિતિ ઉપર પણ ઘણેજ ખ્યાલ આપેલો છે, એટલે વર્તમાન જમાનામાં સાધુઓમાં-ગૃહસ્થામાં-વૈશ્ય કે ક્ષત્રિયોમાં ગમે ત્યહાં પણ જે કંઈ અંધાધુની ચાલી રહી છે અઘટિત સ્વતંત્રતાને બેગ લોકે થઇ પડ્યા છે. તેઓને જાગૃત કરવા માટે ચેતવવા માટે અને બીજાએને હેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવા માટે પણ યથા પ્રસંગ ઉલ્લેખ કર્યો છે. નીતિ અને સદાચાર શી વસ્તુ છે? તેના પાઠ વાંચનાર પ્રત્યેક પ્રકરણમાંથી મેળવી શકે તેમ છે. સુધારા-કુધારાની મારામારીમાં પડી સમયના ઉપર છુરી ફેરવનારાઓ સુધારા કુધારાનું સાચું સ્વરૂપ સમજે, તેટલા માટે કેટલાક પ્રકરણોમાં પ્રસંગે પાત્ત તેને લગતું પણ વિવેચન કરવામાં આવ્યું છે.
આ બધું વાર્તમાનિક પ્રજાને માટે કેટલું બધું ઉપયોગી છે, તે આપણે સહજ સમજી શકીએ તેમ છીએ.
આ પુસ્તકની ઉપગિતામાં સરીશ્વરજીએ એક એ પણ વધારો કરી આપેલ છે કે પ્રત્યેક વિષયોની અંદર તે તે વિષયને લગતા કેટલાક પ્રાસંગિક સુભાષિતલેક ગાથાઓ તેમ દષ્ટાંત પણ ચિત્તાકર્ષક આપેલાં છે. અને તેટલા માટે લેકચર-ભાષણો આપવાવાળાઓને આ ગ્રન્થ વધારે ઉપયોગી થશે છે.
આ પુસ્તકની અંદર, પુસ્તક છપાવતી વખતે, પ્રત્યેક વિષયોને જુદા જુદા પ્રકરણોમાં વહેંચી નાખી તેની ખાસ એક અનુક્રમણિકા પણ આ સાથે જોડવામાં આવી છે કે જેથી વાચકને વધારે સુગમતા ભરેલું થઈ પડશે.
સેનાના મૂલ્ય સમાન આ ગ્રન્થની હાલ તુર્તમાં બે હજાર કોપી બહાર પાડવામાં આવી છે, જહેમાંની એક હજાર કોપીનું ખર્ચ બીસુરીશ્વરજી મહારાજના ઉપદેશથી ખ્યાવર નિવાસી શેઠ કુંદનમલજી ઠારી હારફથી મળેલું છે, અતએવ તે શેઠ સાહેબને ઉપકાર માનવા સાથ શેઠનું સુંદર ચિત્ર, આ પુસ્તક હાર પ્રાહકને ભેટ કરું છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org