________________
MA
નયાનું સ્વરૂપ કેવળ એક નયનું કથન મિથ્યા છે જ્યારે સાત નયનું એકઠું કથન સમ્યક છે. અહીં શંકા ઉત્પન્ન થવાને અવકાશ છે કે જ્યારે એક નયનું કથન મિથ્યા છે, તે સાત નયના કથનમાં સમ્યકત્વ ક્યાંથી આવશે? જેમકે એક વેળુના કણમાં તેલ નથી તે વેળુના સમુદાયમાં તેલ ક્યાંથી આવશે?
તેના ઉત્તરમાં સમજવું જે, જે કે એક મોતીમાં માળા રહેલ નથી, પરંતુ મેતીના સમુદાયમાં માળા રહેલી છે, તેમ જ એક નયમાં સમ્યકત્વ નથી, પણ તેવા સમુદાયમાં તે છે. એક મતીને કઈ “માળા છે એમ બેલી શકે નહિ. છતાં બેલે તે મૃષાવાદી ગણાય, તેમજ એક નયમાં સમ્યક્ત્વ નથી, છતાં કેઈ ધીઠે થઈ બેલે તે તે મૃષાવાદી છે. તેથી એક વસ્તુમાં જે ગુણ ન હોય, તે ગુણ તેના સમુદાયમાં ન હોય એમ જાણવું નહિ. પદાર્થ ધર્મની અચિંત્ય શક્તિ છે.
હવે “નિક્ષેપ” વિચાર કરીશું. નિક્ષિતે સ્થાન્તિ વતુંતરવનેનેતિ નિક્ષેપ” ભાવાર્થ –જેના વડે વસ્તુ તત્વનું સ્થાપન કરવામાં આવે, તેને નિક્ષેપ કહીએ. તેના સામાન્ય પ્રકારે ચાર ભેદ છે.વિશેષ ભેદ તે જે ક્ષપશમહેયતેના પ્રમાણમાં થઈ શકે છે, છ, આઠ, દશ, વીશ જેટલા કરવા હોય તેટલા નિક્ષેપના પ્રકાર થાય છે. અહીં ચાર પ્રકાર બતાવીશું–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ.
નિક્ષેપના આ ચારભેદ, “જીવ”પદાર્થને છોડીને દરેક પદાર્થ ઉપર ઘટાવી શકાય છે, કેટલાએક આચાર્યો તે જીવ ઉપર પણ આ ચાર નિક્ષેપની ઘટના કથંચિત્ કરી બતાવે છે. અહીં આપણે આ ચાર નિક્ષેપ, “ઘટ”(ઘડા) ઉપર ઘટાવી જોઈશું. જેમકે, નામ ઘટ, સ્થાપના ઘટ, દ્રવ્યઘટ અને ભાવ ઘટ. જડ તથા ચેતનનું અથવા તે બંનેનું ઘટ નામ પડાય તે “નામ ઘટ”કહેવાય. પુસ્તક, પ્રાસાદ, અથવા કેઈ પણ સ્થળે ઘટની આકૃતિ આલેખેલ હોય તેને “સ્થાપનાઇટ' કહીએ. જે મૃત્તિકા (માટી) થી ઘટ ઉત્પન્ન થવાવાળે છે, તે માટીને દ્રવ્ય ઘટ,”તેમજ જળ લાવવું લઈ જવું આદિ ક્રિયા કરતી વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org