________________
આવા સંગમાં શાસનના ગ્રાહકો દુર છે પણ સૂરીશ્વરજીના ઉપદેશનું પાન કરે, એ અભિલાષાથી મેં સૂરીશ્વરજી મહારાજને એક એ લેખ નિરન્તર ચાલુ રાખવાની પ્રાર્થના કરી, કે જે જમાનાને અનુકુળ હે જૈનતરવ જ્ઞાન પણું લેકોને કરાવે. મહારી પ્રાર્થનાને રવીકાર કરી સુરીશ્વરજી મહારાજે, શાસનના પ્રથમ અંકથી જ ધર્મદેશના નામનો એક લેખ આપવો શરૂ કર્યો. આજે શાસનનું સાપ્તાહિક રૂપે ચોથું વર્ષ ચાલે છે, અને તે બીજાના આધિપત્યમાં નિકળે છે, છતાં પણ એ ખુશી થવા જેવું છે કે, સૂરીશ્વરજીની તે ધર્મદેશના હજૂ પણ નિરર આવ્યા કરે છે.
આ પુસ્તક તેજ લેખેને સંગ્રહ છે કે જે “જૈનશાસન’ના શરના બે વમાં બરાબર નિયમિત રીતે એક પણ અંકના વ્યવધાન સિવાય પ્રકટ થયા છે, આ પુસ્તક તેજ લેખોનો સંગ્રહ છે કે જે લેખોને વાંચનારાઓના મુક્ત કંઠથી પ્રશંસા ભરેલા સેંકડો પ શાસનની ઓફિસમાં આવતા હતા. અને આ પુસ્તક તેજ લેખોને સંગ્રહ છે કે જે લેખ જૈનશાસન પત્રમાં એક શણગારરૂપે ગણાતા હતા અને ગણાય છે. વાત પણ ઠીક જ છે, એક અસાધારણ વિતાન આચાર્યશ્રીની કસાએલી કલમથી લખાએલા લેખો આટલા લોકપ્રિય થઈ પડે, એ ખરેખર બનવા જોગ જ છે. એક તરફ આચાર્યશ્રીની કસાએલી કલમ, અને બીજી તરફ લેખનું પવિત્ર નામકરણ (ધર્મ-દેશના), તે આટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરે, એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. ખરેખર ધમ દેશના એક એવી વસ્તુ છે, કે હેના જેવો ઉપકાર કરવાવાળી સંસારમાં એક પણ વસ્તુ નથી. એક કવિ પણ કરી છે કે
નવા નાટ્યત્ર તાદરા િવદ્યતે
यादृशी दुःखविच्छेत्री प्राणिनां धर्मदेशना ॥१॥
સંસારમાં એ કોઈપણ ઉપકાર નથી કે—જેવી પ્રાણિઓના દુઃખનો વિછેદ કરવાવાળી ધર્મદેશના છે. ૧
મનુષ્ય ગમે ત્યાં, ગમે હેવી અવસ્થામાં હોય, પરંતુ તેને તે ધર્મદેશના ઉપકારી-અસીમ ઉપકારી નિવડે છે. અર્થાત રાજાનો મહેલ છે કે ગરીબની પડી હે, અરણ્ય છે કે શહેર છે. રાગી હો વા નિરાગી હો, સ્ત્રી હે યા પુરૂષ છે, અને થવા બલક હે, ચાહે વૃદ્ધ છે, પરન્તુ દરેકને ધર્મદેશના એકાન્ત લાભકર્તા છે. અને તેટલા માટે આ ધર્મ-દેશના, કેટલાક મહાનુભાવોના અત્યાગ્રહથી સૂરીશ્વર મહારાજની આજ્ઞા પ્રાપ્ત કરીને પુસ્તક રૂપે પ્રકટ કરવા ભાગ્યશાળી થાઉં છું અને સૂરીશ્વરજી મહારાજે પિતાના લેખને પુસ્તક રૂપે પ્રકટ કરવાની જે પરવાનગી આપી છે, તે બદલ તેઓ સાહેબનો શુદ્ધ અંતઃકરણથી આભાર માનું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org