________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનીઆવદની મર્યાદા હતી નથી જેમ આંબા, ગુલાબ, શરૂ ઈત્યાદિ. એવાને બહુવર્ષાયુ (પેરેનિઅલ્સ) કહે છે,
પૃથ્વીના દરેક ભાગ ઉપર વનસ્પતિ ઉગે છે, પણ એક દેશની વનસ્પતિ બીજા દેશની વનસ્પતિ જેવી હોતી નથી. ઉષ્ણુ અને ભેજવાળી હવામાં એટલે સમશીતોષ્ણ દેશમાં તે ઘણું હોય છે, અને તે ત્યાં અતિ જેરમાં વધે છે. અતિ ઉષ્ણ અને અતિ શીત દેશમાં તે થોડી હોય છે. દેશમાનના પ્રમાણમાં વનસ્પતિની ઊંચાઈ અને ફેલાવ કમી જસ્ત હોય છે. ઉષ્ણ દેશ કરતાં શીત દેશમાં તેની જાતો થોડી હોય છે અને કદે પણ તે નાહાની હોય છે, તે પણ કદ માટે એ નિયમ સરખો લાગુ પડતો નથી, કારણ દક્ષણ આરટ્રેલિઆમાંનાં ગુંદાના ઝાડે અને કાલિફેનિઆમાંના વેલિંગ્ટોનિઆના વૃક્ષ, આ બન્ને દેશ શીત છે તોપણ રાક્ષસી કદનાં અને પૃથ્વી ઉપરનાં ઝાડમાંનાં મોટામાં મોટાં છે. ક્યાલિર્નિઆમાંના મારી પાસા ગામ નજીક વેલિંગ્ટનિઆની ઝાડી છે તેમાં કેટલાએક ઝાડો સાડાત્રણસો અને ચારસે ફુટ સુધી ઊંચાઈમાં છે અને તેના થડને ઘેરાવો એકવીસથી દેઢ ફુટસુધી છે. શીત સમુદ્રનાં ઝાડે તેજ જાતનાં ઉષ્ણ દેશનાં ઝાડ કરતાં કદે મોટાં હોય છે. ' વનસ્પતિ જુદા જુદા આકારની હોય છે; જેમ વૃક્ષ, ઝાડ, છેડ ઈત્યાદિ. એ સિવાય કેટલીએક વનસ્પતિ એવી હોય છે કે તે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ શિવાય દીઠામાં આવતી નથી. શેવાળ તેમજ દિવાલ ઉપર, ઝાડના થડ ઉપર અને પથ્થર ઉપર, વખતોવખત જે ધોળા તથા લીલા રંગની જમાવટ આપણું જોવામાં આવે છે તે, તથા પડતર રહેલ રોટલી ઉપર, ચામડા ઉપર, તથા એવી ચીજો ઉપર જે ખુરશી ચઢે છે તે પણ વનસ્પતિ છે.
For Private and Personal Use Only