________________
(૧૭) એક તો ધર્મને નાશ કરી સુખ ભોગવવાનું કહ્યું અને બીજું ધર્મની રક્ષાપૂર્વક સુખ ભોગવવાનું કહ્યું તેને શે આશય છે? (ઉત્તર) ધર્મ સાધનના અવસરમાં પણ અન્યાયરૂપ પ્રવર્તવું તે તથા પ્રાપ્તવિષ કરતાં અધિક તૃષ્ણામાં તણાઈ તીવ્ર કષાયરૂપ પરિણમવું; ઈત્યાદિ પ્રવૃત્તિપૂર્વક વિષયાદિ સુખ જોગવવાં તે ધર્મને ઘાત કરી સુખ જોગવવા તુલ્ય છે. અને ધર્મ સાધન અવસરે ધર્મ સાધ, અન્યાયરૂપ પ્રવૃત્તિથી વિમુખ રહેવું, યથા પ્રારબ્ધપ્રાપ્ત વિષયમાં સંતોષીત રહેવું, અને અતિ કષાયના વેગમાં ન તણાવું ઈત્યાદિ પ્રવૃત્તિપૂર્વક મંદ મંદ કષાય પરિણામે વિષય સુખ ભોગવવાં તે ધર્મની રક્ષાપૂર્વક સુખ ભેગવવા તુલ્ય જાણવું. વળી જ્યાં કષાય ન થાય, વિષય સામગ્રી ત્યાગ કરવાથી, અને દુઃખ સામગ્રી મળવાથી પણ આત્મપરિણામ નિરાકુળ રહે-રખાય એ પરમાર્થને જાળવી પરમાર્થ સુખ ભેગવવા તુલ્ય જાણવું. એ રીતે એક તે ધર્મને ઘાત કરી વિષયાદિ સુખ ભેગવવાં, બીજુ ધર્મની રક્ષા કરી વિષયાદિ સુખ ભેગવવાં અને ત્રીજું પરમાર્થ ધર્મની રક્ષાપૂર્વક પરમાર્થ સુખ ભેગવવાં એ રીતે સુખ ભોગવવાની જગતજીની ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ છે. પહેલી અત્યંત કનિષ્ટ અને પાશવવૃત્તિ તુલ્ય છે, બીજી મધ્યમ અને ત્રીજી ઉત્તમ છે. પ્રથમની હેય છે. વાસ્તવિક ત્રીજા પ્રકારના સુખની સાચી ઈચ્છાપૂર્વક બીજી પ્રવૃત્તિ ઉપાદેય છે.
આપને આ ઉપદેશ કેવળ કથન માત્ર છે, પણ પ્રવૃત્તિરૂપ થાય તેમ નથી. કારણ વિષયાદિ સુખ ભેગવતાં છતાં ધમ ઉપાર્જન થાય એ સર્વથા અસંભવિત છે; એવી શિષ્યની આશંકાનું ભગવાન આચાર્ય નીચેના કાવ્યથી સમાધાન કરે છે –
कर्तृत्वहेतुकर्तृत्वानुमतैः स्मरणचरणवचनेषु ।
यः सर्वथाभिगम्यः स कथं धर्मो न संग्राह्यः ॥२५॥ કર્તાપણું તે કૃત, હેતુનું કર્તાપણું તે કારીત, તથા કર્તાને અનુસારે તે રૂ૫ આત્માને અભિપ્રાય થવે તે અનુમોદન એ ત્રણેને મન વચન કાયાથી અંગીકાર કરે; એમ એ ત્રણે પ્રકારથી ધર્મ પમાય છે. તો હે મહાનુભાવ! તેવો સરળ ધર્મ કેમ સંગ્રહ ન કરવો?
સર્વ પ્રકારના વિષયાદિરૂપ પાપસ્થાનકેને ત્યાગ કરે તે રૂપ ધર્મ તે એક જ પ્રકારે છે. પરંતુ જ્યાં સુધી સર્વ પ્રકારે એ વિષયાદિ પાપસ્થાનકને ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી યથાશક્તિ સદ્દઅભિપ્રાયપૂર્વક ચેડા થડા પ્રકારે અનેક અંગરૂપ એ એ પવિત્ર ધર્મ સાધ્ય