________________
વિશેષતા છે. બાહ્ય કરતાં અંતરંગની વિશેષતા છે – પ્રબળતા છે, તેથી વ્યાપારાદિ કરતાં તેને અતિશય નિંદ્ય ગણ્યાં. અલ્પ પણ વિષયાભિલાષપણું સુખનું વિઘાતક છે –
दृष्ट्वा जनं व्रजसि किं विषयाभिलाषं स्वल्पोप्यसौ तव महज्जनयत्यनर्थम् । स्नेहाद्युपक्रमजुषो हि यथातुरस्य
दोषो निषिद्धचरणं न तथेतरस्य ॥ १९१॥ જેમ રેગીને સચ્ચકકણુ વૃતાદિ અલ્પ પણ કુપગ્ય સેવન માત્ર રેગની જ અભિવૃદ્ધિ કરે છે, પરંતુ એ કુપચ્ય વ ચે ઔષધીનું સેવન કરે તો રેગ ઉપશાંત પામે. તેમ હે ભવ્ય! અલ્પ પણ વિષયાભિલાષપણું અનર્થકારક ભયંકર વ્યાકુળતારૂપ રેગની વૃદ્ધિ કરે છે. પરંતુ એ વિષયાભિલાષપણુરૂપ કુપથ્યને છેડી નિગ્રંથ પુરુષના પવિત્ર વચનામૃતરૂપ પરમૈષધને તથારૂપ પ્રકારે તે ગ્રહણ કરે તો એ અનાદિ આકુળતારૂપ રોગ ઉપશાંત પામે. અનાદિ સંસાર રેગથી છુટવાના કામી જીવને વિષયાદિ પ્રત્યેને થડે પણું સ્નેહ મહા અનર્થકારક અને દુઃખરૂપ થાય છે. વિષયાદિ પ્રત્યેને કિંચિત્ મેહ જ્ઞાનજઠરાગ્નિને મંદ કરે છે. જેથી કર્મબંધનરૂપ ત્રિદોષ ઉત્પન્ન થઈ અનાદિ સંસાર રોગ વધે છે, પુષ્ટ થાય છે. વિષય અને વિષયના સાધક ચેતન અચેતન પદાર્થોને જોઈને તેમાં તારી બુદ્ધિને ફસાવીશ નહિ, રાગીણી કરીશ નહિ..
વળી એ વિષયાદિની ચાહો તેટલી અભિલાષા રાખે પણ તેથી શું તેની પ્રાપ્તિ થાય છે? ના. પ્રારબ્ધાધિન એવા એ વિષયાદિ સાધક પદાર્થોની પ્રાપ્તિ પરાધિન અને વળી વિનાશક છે. તો પછી સ્વાધિન અને શાશ્વત્ આત્મસુખને વિસ્મરણ કરી વાટે જતું એ અભિલાષારૂપ પ્રત્યક્ષ દુઃખ કેમ વહેરી લેવું. સુબુદ્ધિમાન વિવેકી જીવ એમ ન જ કરે.
દુઃખદાયક વસ્તુઓ પ્રત્યે પ્રાણીમાત્રને સહેજે અરુચી વતે છે, તે પછી અનંત દુઃખના હેતુરૂપ વિષયેની અભિલાષા સદ્દવિવેકવાન જીવને કઈ પ્રકારે કરવી ન ઘટે.
એ જ ભાવને ગ્રંથકાર સમર્થન કરે છે – अहितविहितप्रीतिः प्रीतं कलत्रमपि स्वयं सकृदपकृतं श्रुत्वा सद्यो जहाति ननोप्ययम् ।