________________
तेषामाखुबिडालिकेति तदिदं धिग्धिक कलेः प्रामवं
येनैतेऽपि फलद्वयमलयनादरं विपर्यासिताः ॥ २१४ ॥ નિશ્ચયથી પરલોકાદિ સુખ સિદ્ધિનાં કારણરૂપ એવા પરિગ્રહ ત્યાગ અને અંતઃકરણની શાંતતાને તજીને પરલેકાદિ સિદ્ધિને જે અકલમંદ ઓ ઈચ્છે છે, તથા સાથે સાથે નિજ સ્વચ્છ દે વિકલ્પી સાધને કરી કહે છે કે –“અમારું અંતઃકરણ શાંત છે” આમ અન્યને કહેવું, મનાવવું, મનાવવા વૃત્તિ રહેવી એ તેમને નર્યો દંભ છે. તેમનું ઉપરાંત કથન બિલ્લીએ ઉંદરને ઉપદેશવા તુલ્ય છે. ક્રોધાદિ ભાવ અને ઉપશમાદિ પરિણામને પરસ્પર વિરોધ છે. અરેરે ! ધિક્કાર છે આ કળીકાળના પ્રભાવને કે જેના પ્રભાવથી સુબુદ્ધિમાન જીવ પણ આ લેકમાં બંને પ્રકારના (લૈકિક તેમ પારલૌકિક) ફળોના નાશથી અત્યંત ઠગાઈ રહ્યા છે.
એ અનાદિ કષાય વિજય કરતાં જીવ ક્યાં ચૂકે છે, ઠગાય છે, તે સ્થળ ગ્રંથકાર દર્શાવે છે, કે જે પ્રાયે અત્યાર સુધી જીવના ધ્યાનમાં જ નથી.
उद्युक्तस्त्वं तपस्यस्यधिकमभिभवं स्त्वामगच्छन्कषाया प्राभूदुवोघोप्यगाधो जलमिव जलधौ किंतु दुर्लक्ष्यमन्यैः । नियुढेऽपि प्रवाहे सलिलमिव मनागनिम्नदेशेष्ववश्यं
मात्सर्यते स्वतुल्यैर्भवति परवशाहर्जयं तजहीहि ॥ २१५॥
હે ભવ્ય! તું તપ વિષે ઉઘુક્ત થયું છે, તેથી એ અનાદિ કષાય વૈરી તારાથી અતિ અપમાનિત થયા છે, સમુદ્રના અગાધ જળની માફક તારામાં અગાધ જ્ઞાન છે, તે પણ જેમ તે જળ વહી ગયા પછી કે કેઈ નીચાણુ ખાડાવાળા ભાગમાં તે જળ ભરાઈ રહે છતાં દુરથી જોનારને જમીન પાણું વિનાની સાફ સપાટ લાગે અર્થાત્ કઈ કઈ નીમ્ન (નીચી) જગ્યામાં ભરાઈ રહેલા પાણીથી જેનાર દુર્લક્ષ્ય રહે, તેમ તારાથી અતિ અપમાનિત થયેલા એ કષાયે તારા હદય સરોવરના કેઈ નિમ્નભાગમાં આકારફેર કરીને પણ પિતાનું કાર્ય કરી રહ્યા છે. જે અન્યને અગમ્ય છે, અરે! તારા પિતાથી પણ તે દુર્લક્ષ્ય છે. સાંભળ આજે એક અપૂર્વ શિક્ષાભરી વાત તને કહીએ છીએ કે–તારાથી અપમાનિત થયેલા તે કષાયે માત્સર્યતાને પામી કર્મોદયવશાત્ પિતાને અનાદિ આકારફેર કરી હજુ પણ તારા જેવા તપસ્વી, તારા જેવા જ્ઞાની, અને તારા જેવા વિરતિ આદિ ગુણ પુરુષ પ્રત્યે સૂક્ષમ અદેશક (અન્યને ઉત્કર્ષને નહિ સહન થ તે) ભાવરૂપે પિતાનું કામ કરી રહ્યા છે. જે