________________
(૨૫) થઈ તથા અશુભ દૈવના ઉદયકાળે દુઃખથી વ્યાકુળ થઈ ભયભીત થઈ સ્વકર્તવ્ય વિમુખ થાય છે. બધા જગતવાસી સંસારી જીની આવી જ પરિસ્થિતિ વતે છે. પણ જે મહાભાગ્ય એ શુભાશુભ દૈવના ઉદયકાળે પણ એને પિતાનું સ્વરૂપ નહિ માનતાં આત્મવિસ્મરણપણને પામતા નથી પરંતુ ઉલટા સ્વકર્તવ્ય ભણી અધિક અધિક ઉજમાળપણે પ્રવર્તે છે, તેમને ધન્ય છે. તે જ બુદ્ધિમાન છે. અને વિદ્વજનેમાં પ્રશંસાને પાત્ર છે.
વળી શુભ અને અશુભ એ બંને પ્રકારના પ્રારબ્ધ પ્રત્યેનું સર્વથા મમત્વ તજ, જગત પ્રત્યેનું તીણ પ્રેમબંધન જેઓ તેડી ચૂક્યા છે. તેમના અપૂર્વ માહાસ્યનું શું વર્ણન કરવું? તે તો પુરુષોને પણ વંદનીય છે.
શુભાશુભકર્મના નાશને વાસ્તવિક ઉપાય છે?—
सुखं दुःखं वास्यादिह विहितकर्मोदयवशात् कुतः प्रीतिस्तापः कुत इति विकल्पायदि भवेत् । उदासीनस्तस्य प्रगलितपुराणं न हि नवं समास्कन्दत्येप स्फुरति सुविदग्यो मणिरिव ॥ २६३॥ પૂર્વોપાર્જીત કર્મોદય વડે આ સંસારમાં જીવ સુખી-દુઃખી થાય છે. સુખમાં પ્રીતિ અને દુઃખમાં આતાપ માનવાથી આત્મપરિણામ વ્યાહને પામી નવિન નવિન કર્મોને બંધ થાય છે. જે મહાપુરુષો કર્મોદયજન્ય સુખ-દુઃખમાં હર્ષ—વિષાદને પ્રાપ્ત નહિ થતાં તથારૂપ પરિણામે પરિણમે છે, તેઓ નવીન કર્મ બંધપણાને નહિ પ્રાપ્ત થતાં પ્રાચીન કર્મોને ક્ષય કરે છે. જગતમાં કેનાથી પ્રીતિ માનવી? તથા કેનાથી આતાપ (દુઃખ) માનવું? કારણ એ પ્રીતિ-અને દુઃખરૂપ પરિણામ તથા તેના આશ્રયરૂપ બાહ્યપદાર્થો બંને ક્ષણિક છે.
કર્મોદયજન્ય સુખ-દુઃખમાં ગમે તેટલે હર્ષ-વિષાદ રતિ–અરતિ કરવામાં આવે તે પણ તેથી કાંઈ ઉદયની વ્યવસ્થા અન્યથા થવાની નથી; તે પછી તે પ્રત્યે હું વ્યર્થ રતિ-અરતિ કે ઈછાનિષ્ટ કલ્પના કેમ કરું? ઉદયપ્રાપ્ત સુખ-દુઃખો વાસ્તવમાં મને કાંઈ પણ આત્મિય હાનિ કરી શકે તેમ નથી. અર્થાત જ્ઞાન-દર્શનરૂપ નિજ આત્મસત્તામાં તેઓ કાંઈ પણ હરકત કરી શકે તેમ નથી. એ વિચારે જ્ઞાનપુરુષ ઉદાસીન પરિણામને સેવે છે, અને તેવી સમ્યકઉદાસીનતાના પ્રભાવે તે પુરુષ સુખ-દુઃખના ઉદયકાળે પણ માત્ર પૂર્વકૃત પ્રારબ્ધની નિર્જરા જ કરે છે.