________________
અસાધારણ ત્યાગ સ્વરૂપ પરમ સુખને પરિચય જંગલનાં અતિ ચંચળ અને સ્વભાવથી ભયવંત હરિણ જેવાં પ્રાણીઓ પણ આપી રહ્યાં છે.
હરિણુ એટલું બધું ચંચળ અને ભયભીત પ્રાણું છે કે-તે મનુષ્યાદિને દુરથી દેખીને પણ ભાગી જાય છે. પરંતુ જે મહાપુરુષની પરમ વીતરાગ આત્મદશા તેના સૌમ્ય યોગ દ્વારા બહાર પણ ઝલકી રહી છે, અર્થાત્
ગ પણ આત્માકારપણાને પ્રાપ્ત થયા છે, તેવા ધન્યરૂપ કતાર્થરૂપ પુરુષને જોઈને કર્યું પ્રાણી દુર ભાગે? કઈ નહિ. જે આત્મનિર્ણપણના પ્રભાવથી સિંહાદિ દૂર પ્રાણીઓ પણ પિતાની ઘણું કાળની અભ્યાસિત ક્રૂરતાને એકાએક વિસરી જાય છે, તે શેનિક મહાપુરુષના દર્શનમાં ભય કયાંથી હોય? જેના પરમશાંત ચક્ષુમાંથી અખલિતપણે કેવળ નિર્ભયતાને જ ઝરે વહી રહ્યો છે, જેના મુખચંદ્રમાંથી પ્રાણી માત્રને નિર્ભયતા દેનાર પવિત્ર વચનરૂપી અમૃત ઝરી રહ્યું છે, તેના પરિચય અને દર્શનમાં અપૂર્વ આનંદ કેમ પ્રાપ્ત ન થાય ? થાય જ. જેને ન થાય એ કઈક જ બહુલ કર્મી. એવા પરમ શાંત સૌમ્ય દષ્ટિવંત મહાત્માને જોઈ હરિણાદિ જંગલી પ્રાણુઓ પિતાને જાતિ સ્વભાવ ઘડીભર ભૂલી જઈ સ્થિર થાય એમાં શું આશ્ચર્ય ?
તે પુરુષોનું વિશેષ માહાસ્ય – येषां बुद्धिरलक्ष्यमाणभिदयोराशामनोरन्तरं गत्वोचैरविधाय भेदमनयोरारान विश्राम्यति । यैरन्तर्विनिवेशिताः शमधनैर्षाढं बहिर्याप्तयः तेषां नोऽत्र पवित्रयन्तु परमाः पादोस्थिताः पाशवः ॥ २६१ ॥
જેની બુદ્ધિ જગતની આશા અને આત્મા એ બંનેના મધ્યમાં પ્રાપ્ત થઈ રહી છે, કે જે આશા અને આત્મા ઉભયમાં આત્યાંતિક ભેદ કર્યા વિના વિશ્રામને પામતી નથી. કેવાં છે એ બંને આશા અને આત્મા ? કે જેને વાસ્તવિક ભેદ સંસારરસિક ઝવેને સમજાતે જ નથી, વળી શાંતભાવ એ જ છે ધન જેને, વારંવાર બાહ્યપદાર્થો વિષે જતી ચિત્તવૃત્તિને પિતાના અંતઃકરણમાં સભ્યપ્રકારે સ્થાપના કરી છે જેણે તે મહાપુરુષની ચરણરજ આ વિચિત્ર જગતમાંથી બચાવી અમને પવિત્ર કરે !
વિષયાભિલાષા અને આત્મા એ બંને બહુ અગમ્ય છે. કેઈ તથારૂપ દશાસંપન્ન પરમ પુરુષના જોગ અને પરિચય વિના તેને થાહ પામ અત્યંત મુશ્કેલ છે. એ અનાદિ વિષય આશા જ્યાં જુઓ ત્યાં