Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap

View full book text
Previous | Next

Page 233
________________ અર્થાત્ તે કર્મો યથાવિપાક આપી નિસત્વ થાય છે, અથવા વિના વિપાક આપે પણ ક્ષીણ થાય છે. તથા વીતરાગદશાની પ્રાપ્તિ અને વૃદ્ધિ થઈ વાસ્તવ્યસુખની જીવને ઉપલબ્ધિ થાય છે. એ જ વાતને ગ્રંથકાર વિશેષ પ્રકારે પુષ્ટ કરે છે – सकल विमल बोधो देहगेहे विनिर्यन् ज्वलन इव स काष्टं निष्ठुरं भस्मयित्वा । पुनरपि तदभावे प्रज्वलत्युज्वलः सन् भवति हि यतिवृत्तं सर्वथाश्चर्यभूमिः ॥ २६४॥ જેમ અગ્નિ કાષ્ટને ભસ્મ કરી તેના અભાવમાં ઉલટ નિર્મળરૂપે પ્રજવલે છે, તેમ નિર્મળ જ્ઞાનરૂપી અગ્નિ દેહાદિરૂપ કાષ્ટને ભસ્મ કરી ઉલટ તે દેહાદના અભાવમાં અત્યંત નિર્મળપણે પ્રકાશિત થાય છે. યતિપુરુષનું આચરણ સવ થા આનંદ અને આશ્ચર્યનું સ્થાન થાય છે. પૂર્ણ વીતરાગતાના બળે સર્વ ઘ ઘાતિ કર્મોને નાશ થવાથી સંપૂર્ણ, નિર્મળ, અબાધિત, સ્વાધિન અને શાશ્વત સહજ સ્વાભાવિક જ્ઞાનદશા પ્રકાશિત થાય છે. તે સમયે પણ શરીર સ્થિત તો તે જ્ઞાતિપુરુષન હે ય છે. શરીરરૂપ ઝૂંપડીમાં રહીને પણ તે પૂર્ણ જ્ઞ નઘ ન યે ગી પાતાના જ્ઞાનના નિર્મળ પ્રકાશ જગતમાં ફેલાવે છે. અનિચ્છિત પરિણામે પણ વાસ્તવ્ય સુખી થવાને સમ્યકૂધ જગતમાં આયુસ્થિતિ પર્યત આપી અંતે દ્રવ્યશરીરથી પણ મુક્ત થઈ અનુપમેય શાશ્વત દશાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ અશરીરી, અવિનાશિ, પરમોત્કૃષ્ટ વિજ્ઞાનઘનરૂપ સિદ્ધત્વદશાને તે યેગી વરે છે. પ્રારંભમાં કાષ્ટમાં અગ્નિને પ્રવેશ થતાં કાષ્ટ તથા અગ્નિ બને દેખાય છે. કાલાંતરે પ્રખર અગ્નિની જવાળાઓમાં તે કાષ્ટ ભસ્મ થઈ માત્ર અગ્નિનું વિશુદ્ધ સ્વરૂપ પ્રખરતાપૂર્વક પ્રકાશે છે. તેમ જ્ઞાનદૃષ્ટિ. સંપન્ન મુનિજનેના વૈરાગ્ય ચારિત્રાદિની પણ એ જ સ્થિતિ છે. શરીરની સ્થિતિ પર્યત પિતાના નિર્મળ જ્ઞાન દર્શનાદિ સુખનો અનુભવ તથા તે પ્રાપ્ત થવાનો સમ્યકૂમાર્ગ જગતને આપી અંતે શરીરરૂપ કાષ્ટ ભસ્મ થતાં તે યેગી સહજ સિદ્ધ અમર લક્ષ્મીને વરે છે. - નિર્વાણદશા અનંત સુખનું સ્થાન છે, એ વાત ખરી પણ કેટલાક દાર્શનિકે તેને કેવળ શૂન્યરૂપ માને છે, તો પછી એ શુન્ય સ્થિતિ

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240