________________
(૨૩) ૨ * સંસારદશામાં જે ઈદ્રિયજન્ય સુખને અનુભવ થાય છે, તે પણ એ જ આત્માના સહજ સ્વાભાવિક સુખગુણની વિભાવપર્યાય છે પણ ઇદ્રિ કે ઇદ્રિના ભાગ્ય દાર્થોમાં સુખ નથી. કારણ જડ અને જડતા જેટલા પર્યાય છે તે ત્રિકાળે જડ છે. તેમ ચેતન અને ચેતનના જેટલા પર્યાય છે તે ત્રિકાળે ચેતન જ છે. ઈ દ્રયજન્ય સુખ દુઃખરૂપ અનુભવ એક જ સુખગુણની દુઃખરૂપ વિભાવપર્યાય છે. તથા શુદ્ધ અતીન્દ્રિય નિરાકુળ આત્મિયસુખ એથી સર્વથા ભિન્ન જીવને સુખરૂપ સ્વભાવપર્યાય છે.
ફલિતાર્થ એ છે કે સુખ એ ચૈતન્યની દ્રોપજીવી શક્તિ છે. અને તે ત્રિકાળે નિજ દ્રવ્યાધિનપણે પરિણમી રહી છે. પ્રતિબંધક કારણેનો સર્વથા નાશ થતાં એ શક્તિના અનુભવ અર્થે શરીર કે ઇંદ્રિયેના અવલંબનની જરા પણ અપેક્ષા પડતી નથી. એટલે સિદ્ધ થાય છે કે-શરીર કે ઈદ્રયાધિન, સુખ નથી પણ આત્માધિન છે.
ઉપસંહાર – इति कतिपयवाचां गोचरीकृत्य कृत्य चरितमुचितमुच्चैश्चेतसां चित्तरम्यम् । इदमविकलमन्तः सन्ततं चिन्तयन्तः
सपदि विपदपेतामाश्रयन्तुं श्रियं ते ॥ २६८ ॥ ઉદાર વર્તે છે ચિત્ત જેમનું એવા મુનિજનના ચિત્તને રમણીય આત્માનુશાસન ગ્રંથને કેટલીક વચનરચના પૂર્વક કાવ્યમાં રચિત કર્યો છે. તેને નિરંતર હદયમંદિરમાં પૂર્ણપણે ચિંતવન કરતાં કરતાં જીવ સર્વ આપદાથી રહિત થઈ અવિનાશી મેક્ષ લક્ષ્મીરૂપ સર્વોત્કૃષ્ટ નિઃશ્રેયસને પ્રાપ્ત થાય છે.
જે જીવ જેવું ચિતવન કરે તેવું ફળ પામે. જેમ સુગંધિત પુષ્પના વેગે તેલ પણ સુગંધિત થાય છે. તેમ મહાપુરુષના ગુણસંકિર્તનચિતવનથી અને અવંચક ભક્તિભાવસહ નિર્મળ ઉપાસનાથી પિતે પણ તે પુરુષે જે દશાને પ્રાપ્ત થયા છે તે સર્વોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત થાય છે. ગ્રંથકર્તા પિતાના ગુરુનું તથા પિતાનું નામાભિધાન પ્રગટ કરે છે.
जिनसे आचार्यपादस्मरणाधीनचेतस म् । ગુખમયતતા તરામાનુરાસન // ૨૬ //