________________
(૨૦)
વ્યવહારદષ્ટિથી જોતાં તે આત્મા યથાપ્રાપ્ત સ્વશરીર પ્રમાણ છે. પૂર્વ પ્રયાગાદિ કારણેના વેગે શરીરાકાર શુદ્ધ આત્મદ્રવ્ય ઉર્ધ્વગમન કરતું સમય માત્રમાં લેકાગ્ર શિખરે જઈ સ્થિત થાય છે. ત્યાં અચલ, અબાધિત, અને અવિનાશિપણે નિજ શુદ્ધ સ્વગુણેને આસ્વાદે છે.
ઇદ્રિયજન્ય સુખના અભાવમાં તે સિદ્ધપરમાત્મા સંપૂર્ણ સુખી કેમ કહેવાય? ગ્રંથકાર એ પ્રશ્નનું સમાધાન કરે છે –
स्वाधीन्याःखमप्यासीत्सुखं यदि तपस्विनाम् । स्वाधीनसुखसंपन्ना न सिद्धाः सुखिनः कथम् ॥ २६७ ॥
મુનિજનેને સ્વાધિનપણે થતા કાયકલેષાદિરૂપ દુઃખને પણ સુખ કહ્યું, તો પછી ભગવાન સિદ્ધોને સંપૂર્ણ સુખી કેમ ન કહેવાય? તેઓ તે નિરંતર સ્વાધિન સુખમય છે.
તત્વદષ્ટિએ વિચારતાં સંસારી માત્ર દુઃખી છે. તેમાં માત્ર સમ્યકૂદષ્ટિ મુનિજને જ સુખી છે. ભગવાનસિદ્ધ કેવળ આનંદરૂપ શુદ્ધ વિજ્ઞાનઘન છે, અને તેથી તેઓ સંપૂર્ણ મહાસુખી છે.
વળી સુખ એ શરીર કે ઇન્દ્રિય આશ્રિત નથી. વાસ્તવિકપણે વિચાર કરતાં સ્પષ્ટ સમજાશે કે શરીર અને ઇદ્રિ તરફનું લક્ષ તે ઉલટાં આત્માના સ્વાધિન અને સહજ સ્વાભાવિક સુખમાં વિનભૂત છે. સુખ એ આત્માને સહજ રવાભાવિક નિજગુણ છે. અને તે આત્માને આશ્રિત છે. કહો કે આત્મા સ્વયં સુખરૂપ છે. પ્રતિબંધક કારણે જેટલે જેટલે અંશે હટે છે તેટલે અંશે તે ગુણ સ્વયં વ્યક્ત થાય છે–અનુભવાય છે.
ज्ञानानंदो चितोधौं नित्यौ द्रव्यौपीविनौ देहेन्द्रियाद्यभावेपि नाभावस्तद्वयोरिति । ततःसिद्धं शरीरस्य पंचाक्षाणां तदर्थसात् કારત્વે તરતો ને સુવતિ . (પાધ્યાચી)
અર્થ-જ્ઞાન અને આનંદ (સુખ) એ બંને આત્માના નિજ ધર્મ છે. તથા તે નિત્ય અને દ્રપવિ ગુણ છે. શરીર અને ઇંદ્ધિના અભાવમાં પણ તેને કિંચિત્ અભાવ નહિ થતાં ઉલટી વૃદ્ધિ થાય છે.
તેથી આ વાત સિદ્ધ છે કે-શરીર અને પાંચે ઈદ્રિ આત્માના જ્ઞાન અને સુખ પ્રત્યે સર્વથા અકિંચસ્કર છે. અર્થાત્ તે કંઈ પણ કરી શકતી નથી.