Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap

View full book text
Previous | Next

Page 234
________________ (૨૨૭) કરતાં અમે જે સ્થિતિમાં છીએ તે જ સ્થિતિ ઠીક છે. ઉકત શકાનું ગ્રંથકાર નીચેના કાવ્યથી સમાધાન કરે છેઃ— गुणी गुणनयस्तस्य नाशस्तन्नाशयिष्यते । 1q1 (નિર્વાનું સૂમ સ્વિતમ્ ॥ ૨૬૧ ॥ દ્રવ્ય ગુણમય છે. ગુણને નાશ એ દ્રવ્યના જ નાશ છે. તેથી નિર્વાણુદશાને શૂન્યપણે કલ્પવી એ એક મિથ્યા વિકલ્પ છે. ગુણી આત્મા જ્ઞાનાદિ ગુણુમય છે. જ્ઞાનાદિ ગુણેાના નાશ તે આત્માના જ નાશ છે. જેમ ઉષ્ણુતાના અભાવમાં અગ્નિના પણુ અભાવ હેય છે. શૂન્યવાદીઓએ દીપકના પ્રકાશતા અંત તુલ્ય નિર્વાણુ માની રાખ્યું છે, પરંતુ યથા વિચારે તેમ નથી. જ્ઞાનની નિળતા તથા સંપૂર્ણતા એ જ મેક્ષ છે. શરીરના અભાવમાં જ્ઞાનાદિ ગુણાને અભાવ થઇ શૂન્યદશા કેટલાક દાનિક કલ્પે છે, પણ તેમની તે માન્યતા નીતાંત ભ્રમ છે. શરીર અને આત્મા એ અને પદાથૅના વાસ્તવિક એધ વિના તે મને એકાકારપણે પ્રતિભાસે છે. કારણ જેવા મેધ તેવા પ્રતિભાસ તથા પ્રતિભાસ તેવું રમણ. તે પ્રતિભાસન કેવળ મિથ્યા છે. શરીરમાં રતિ પામેલુંશરીરાકાર પરિણમેલું જ્ઞાન જ પેાતાને શરીરરૂપ મનાવે છે. અને મુક્તદશા શૂન્યતારૂપ વતે છે, એમ શરીરાસક્તપણાથી જ નિશ્ચય કરાવે છે. વાસ્તવમાં જ્ઞાન અને શરીર એ ઉભયની ક્રિયા-લક્ષણ પ્રત્યક્ષ જુદાં છે. શરીરમાં રહીને પણ તું જે જે અનુભવ, લાગણીએ, કલ્પનાએ કે માન્યતાઓ કરે છે, તે શું શરીરથી કરે છે? ના. ઉપરીક્ત બધી માત્ર જ્ઞાનની જ પર્યાય છે. વર્તમાન જીવનના એક સમય પણ જ્ઞાન પરિણમન વિનાના કેવળ શૂન્યરૂપ તને કઢી અનુભવાયે છે? શૂન્યદશા એ તે માત્ર આકાશકુસુમ કે વંધ્યાપુત્રવત્ મિથ્યા છે. જ્ઞાન એ આત્માને સહભાવિ નિજધ છે. અને તે તેની હરેક અવસ્થામાં તેના સહવર્તીપણે વર્તે છે. કહે કે જ્ઞાન એ જ જીવ છે. તેા પછી મુક્તદશામાં તેના અભાવ કલ્પી શૂન્યતા માની લેવી એ કેવળ મૂઢતા નહિ તે ખીજું શું? ગુણુતા નાશથી ગુણીનેા નાશ થાય છે, અર્થાત્ ગુણના અભાવમાં ગુણી જેવી કઈ વસ્તુ જ રહેતી નથી, તો પછી તું જે જે શુભ અનુષ્ઠાન કરે છે, તે કેના ઉદ્ધારને અર્થે કરે છે. કારણ મુક્તાવસ્થામાં તારા કહેવા પ્રમાણે અનુભવને પણ અભાવ છે. તે તે શુભઅનુષ્ઠાનના ફળરૂપ પ્રસ કરેલી દશાના સુખને અનુભવ કાણ કરશે?

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240