________________
(૨૦)
વેળા ઉદાસીનતારૂપ વીતરાગ પરિણામને નહિ પામતાં મૂખની માફક કેવળ દુઃખને જ અનુભવ કરી રહ્યો છે. - રાગદ્વેષ એ જ દુઃખ અને દુઃખનું મૂળ છે. અને તેના ત્યાગથી વીતરાગ દશા પામતાં જીવ વાસ્તવિક સુખનો અનુભવ કરે છે. જે તે ખરેખર કલ્યાણને અથિ હેય તે એ અનાદિ શત્રુરૂપ રાગદ્વેષને ત્યજ. એ રાગદ્વેષરૂપ શત્રુએ જ તારા વાસ્તવિક સ્વાધિન સુખને અનાદિ કાળથી તને ઠગીને છીનવી લીધું છે. બાકી જગતના કેઈ મનુષ્ય કે પદાર્થો તારા સુખને હર્યું નથી. સુખના સ્વસ્વ નાશનું મુખ્ય અને ઉપાદાન કારણ તારે રાગદ્વેષ છે. તેના થોડા ઘણા અસ્તિત્વમાં પણ તે ખરેખર સુખી નહિ જ થાય. છતાં સુખ મનાય એ તારી બ્રાંતિ છે. .
- એ રાગદ્વેષ તજવાના બહાને જીવ કરે છે શું? એક ખુણેથી નીકળી માત્ર બીજા ખુણામાં ભરાય છે. બીજે પણ પહેલાના જેવું જ હોય છે. અનાદિ કાળથી જીવ સભ્યપ્રકારે નિરાવલંબ ઉદાસીન રહી શક નથી, કે ઉદાસીન રહેવા તથારૂપ પ્રકારે પ્રયત્ન પણ કર્યો નથી. અને તેથી એ ઉદાસીનતાજન્ય સુખનો અનુભવ પણ તેને નથી. એ સુખના અનુભવ કે વાસ્તવ્ય શ્રદ્ધા વિના તેને તથારૂપપણે પ્રયત્ન પણ કયાંથી હોય? ગ્રંથકાર કહે છે કે રાગ અને દ્વેષ એ બે પદને પરમ દુઃખનાં કારણ, અરે ! પ્રત્યક્ષ દુઃખ જાણુંને હે જીવ! વીતરાગતારૂપ અનન્ય સુખના હેતુભૂત ત્રીજા પદને તું નિરંતર ભજ-આરાધ્ય.
જગતના કિચિત માત્ર વિષય સુખથી (સુખ નહિ પણ સુખાભાસ) તુ તને પિતાને સુખી માને છે, પણ એ તારે અનાદિ ભ્રમ છે. બુદ્ધિને વિપર્યા છે. એમ ગ્રંથકાર કહે છે –
तावदुःखाग्निततात्माऽयःपिण्ड इव सीदसि । निर्वासिनिर्वृताम्भोधौ यावत्त्वं न निमज्जसि ॥ २३३ ॥
હે જીવ! અગ્નિથી તણાયમાન લોખંડના મોટા ગળાની માફક તું ત્યાં સુધી ભયંકર દુ:ખરૂપી અગ્નિથી શેકાઈ રહીશ કે જ્યાં સુધી મોક્ષરૂપ પરમ સુખ સમુદ્રમાં તું નિમગ્ન ન થાય !
જેમ પ્રખર અગ્નિથી તણાયમાન લોખંડને ગોળ પૂર્ણ જળમાં નાંખવાથી આતાપ રહિત શીતળતાને પ્રાપ્ત થાય છે, તેમ અનાદિ સંસાર દુઃખરૂપ ભયંકર પ્રખર અગ્નિથી તણાયમાન જીવરૂપ મેળે પરમ નિર્વાણરૂપ અનંત શાંત અને શીતળ સુખ સમુદ્રમાં નિમગ્ન ન થાય ત્યાં સુધી દુઃખરૂપ આતાપથી રહિત થવો કેવળ અસંભવિત છે. વળી જેમ એ અગ્નિથી તણાયમાન લેખંડના ગેળા ઉપર લેશ માત્ર શીતળ