________________
(૧૯)
કરી ઇંદ્રિયાદિ ચારોના ઉપદ્રવ રહિત નિજ આત્મક્ષેત્રમાં લવલીન કરે ત્યારે જ તે પોતાને કૃતાર્થરૂપ માને,
અન્નને ઉત્પન્ન કરીને કિસાન ખુશી થતા નથી, પણ તેને નિરામાધપણે પેાતાના ઘર ભેગું કરીને જ ખુશી થાય છે. કારણ ત્યાં સુધી તે મહા મહેનતે નિપજાવેલા અન્નને અનેક પ્રકારના ભય છે. તેમ ધીર અને બુદ્ધિમાન યતિ સંયમની કૃતાતા તેા ત્યારે જ માને કે જ્યારે તે તપ શ્રુતરૂપ ખીજનું ફળ જે નિળ દન-જ્ઞાનાદ્વિરૂપ કણ તેને ઇંદ્રિયવિષયાદિ ચારાની ખાધા રહિત નિજ આત્મક્ષેત્રમાં સ્થાપન કરે અર્થાત્
તે પેાતામાં સભ્યપ્રકારે સમાય.
મેાક્ષમાગ માં વચ્ચે વચ્ચે ઇંદ્રિય વિષયાદિ ચારાના ઉપદ્રવ ઘણા રહે છે. એ સર્વ ઉપદ્રવને ટાળી વાસ્તવિક શુદ્ધાત્મદશાને સંપ્રાપ્ત થતાં સુધી સતત્ જાગૃતિ રાખવી ઉચિત છે. જ્યાં સુધી ક્યાયાદિ મનેાગત સંસ્કાર પ્રક્ષીણુપણાને પામે નહિ ત્યાં સુધી મુનિ નિશ્ચિત મને કરી બેસે નહિ કારણ કયા સમયે કયું નિમિત્ત પામી કષાયના ઉદ્રેક વધી જઈ આત્મદશાને મિલન કરશે, વાસ્તવ્ય આત્મશાંતિના નાશ કરશે તેને ભરેસા નથી, તેથી વિષયાસક્તિ આદિથી ઉપેક્ષિત રહી નિશ્ચિત નહિ રહેતાં તેનાથી નિરંતર જાગ્રત રહેવુ એ જ ઉચિત છે.
કેટલાક શાસ્ત્રપાઠી મનુષ્યા સમજે છે કે શાસ્ત્રજ્ઞાન જેને છે તેને વિષયાદિ પ્રત્યે થામેાહુ થતા નથી. પરતુ એમ માનવું એ એમની ભૂલ છે. જીઆ :—
दृष्टार्थस्य न मे किमप्ययमिति ज्ञानावलेपादमुं नोपेक्षस्व जगत्त्रयैकडमरं निःशेषयाशाद्विषम् । पश्याम्भोनिधिमप्यगाधसलिलं वावाध्यते वाडवः
भूत विपक्षस्य जगति प्रायेण शान्तिः कुतः ।। २३० ॥
.
મને જ્ઞાનવંતને એ વિષયાશારૂપ શત્રુ કાંઈ પણ કરી શકે એમ
નથી. ” એ પ્રકારના જ્ઞાનમાથી ઉન્મત્ત થઈ એ આશારૂપ શત્રુથી જરા પણ ઉપેક્ષિત રહેવુ. ચેાગ્ય નથી. ત્રણ લેાક જેણે વશ કરી રાખ્યા છે એવા એ આશારૂપ શત્રુને અલ્પ ગણુવા ચેાગ્ય નથી. ત્રણ જગતને મહાભયંકર અને અદ્વિતિય વેરી એ જ છે. તેને તેા સભ્યપ્રકારે વિચારી વિચારીને મૂળથી સર્વથા ક્ષીણુ કરવા જોઇએ. જુઆ અનંત અને અગાધ સમુદ્રમાં રહેલા વડવાગ્નિ મહાન સમુદ્રને પણ બાધા ઉપજાવે છે અર્થાત્ શોષણ કરે છે, તેમ નાની સરખી વિષયાશા આત્માના અગાધ