________________
(૨૧૧) સમ્યજ્ઞાનની અપૂર્વ મહત્તા. તેથી જ પૂર્વ મહાપુરુષે કહે છે કે બંધનું કારણ ક્રિયા માત્ર નથી, પણ પરિણામ છે.
દેહાદિ પર વસ્તુઓને અવિવેકપણુને લઈને જીવ જ્યારે રાગ બુદ્ધિથી જોતે હતું ત્યારે તે તે વસ્તુ તેને બંધ હેતુપણે થતી હતી. પણ વિવેકબુદ્ધિના પ્રભાવથી જ્યારે તે વૈરાગ્યબુદ્ધિપૂર્વક જેવા લાગે, ત્યારે તે જ દેહાદિ પર વસ્તુઓ બંધ નિવૃત્તિપણે જ્ઞાનમાં પ્રવર્તી. તેથી નિશ્ચિત થાય છે કે બંધ અને મેક્ષનું ઉપાદાન કારણુ આત્માના પરિણામ છે. પણ માત્ર એકલી ક્રિયા નથી. ક્રિયા પણ પરિણામને લઈને ફલાવતી થાય છે. પરિણામ શુન્ય ક્રિયા વાસ્તવ્ય ફળદાતા થતી નથી. માટે સવિવેકપૂર્વક હે જીવ! તું એ અનાદિ પરિણામને ફેરવ. એક જ. પદાર્થ મહત્વપૂર્ણ દૃષ્ટિએ જોતાં મહત્વરૂપ ભાસે છે, ત્યારે અમહત્વપૂર્ણ દષ્ટિએ તે જ પદાર્થ અમહત્વરૂપ પ્રતિભાસે છે. ભેદ માત્ર દષ્ટિને છે. એ દેહાદિ સર્વ પરવસ્તુઓ સદ્દવિવેકે વૈરાગ્યપૂર્ણ દૃષ્ટિએ તું જઈશ તે તેમાં તને નર્યો વિરાગ્ય જ અનુભવાઈ નિર્જરાનું કારણ થશે. બંધની નિવૃત્તિને ક્રમ:
अधिकः कचिदाश्लेषः कचिद्धीनः कचित्समः । कचिद्विश्लेष एवायं बन्धमोक्षक्रमो मतः ॥ २४५ ॥ કેટલાક ને બંધ અધિક છે, નિર્જરા નહિવત્ છે. કેટલાકને બંધ અ૯૫ તથા નિર્જરા અધિક છે, કેટલાકને બંધ અને નિર્જરા સમાન છે, ત્યારે કેટલાકને કેવળ નિર્જરા જ વર્તે છે. બંધ અને બંધ નિવૃત્તિને એ જ ક્રમ છે. - મિથ્યાત્વ દશામાં બંધ અધિક અને નિર્જરા તુચ્છ અર્થાત નહિ જેવી છે. ત્રીજા સાસ્વાદન ગુણસ્થાનકે બંધ અને નિર્જરા સમાન છે. અવિરત નામના ચેથા ગુણસ્થાનકે બંધ અત્યંત અલપ અને નિર્જરા પૂર્વ અપેક્ષાએ અસંખ્યાત્ ગુણી છે. આગળ આગળની ભૂમિકાએ અનાદિ સંસારના કારણભૂત બંધ ક્ષીણ થતે જઈ કેવળ નિર્જરા જ વર્તે છે. અને બંધને નિરોધ થાય છે. જો કે ત્યાં પણ શાતા વેદનીય આદિ કેટલીક પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે, તો પણ તે અનંત સંસારના હેતુભૂત નહિ હેવાથી વાસ્તવ્ય બંધરૂપ અહીં ગણ્યો નથી. તે ભૂમિકાએ વર્તતા જીવને શાતા વેદનીયાદિ જન્ય ગમે તેટલી શુભ સામગ્રી મળે તો પણ તે શાતાને વેદત નથી પણ મુખ્યતયા આત્મગુણેને અનુભવે
१ यस्मात् क्रिया प्रतिफळति न भावशून्या ।