________________
(૧૦૦) જીવની એ મલિનતા-પરાધીનતા તેની ચિત્ર વિચિત્ર પ્રવૃત્તિ, પરિણતિ તથા સ્થિતિ ઉપરથી વર્તમાનમાં પણ સ્પષ્ટ સિદ્ધ નિર્ણત થાય છે અર્થાત્ તેની બંધ દશાને નિર્ણય થાય છે. ટૂંકમાં આત્માના વાસ્તવ્ય પરિચયે બંધ તૂટે છે શિથિલ પામે છે, તથા અન્યના પરિચયે બંધ બંધાય છે, પિષણ પામે છે. , દેહાદિ પ્રત્યેનું અહંમમત્વ મોક્ષમાર્ગમાં મહાન વિજ્ઞ છે. ममेदमहमस्येति प्रीतिरीतिरिवोत्थिता । क्षेत्रे क्षेत्रीयते यावत्तावत्काऽशा तपःफले ॥ २४२॥
આ દેહ મારે છે અને હું એ દેહને છું” આવી નિશ્ચિત્ત શ્રદ્ધાપૂર્વક દેહની સાથે જીવને પ્રીતિ છે, અર્થાત્ દેહરૂપ ક્ષેત્ર વિષે ક્ષેત્રીયરૂપે એટલે સ્વામિત્વપણે જ્યાં સુધી જીવ પ્રવર્તિ રહ્યો છે, ત્યાં સુધી તપના પરમ ફળરૂપ મોક્ષની શી આશા ? દેહ પ્રત્યેની એકત્વ ભાવના મોક્ષમાર્ગના પ્રવાસીને એક મહાન ઈતિ સમાન વિન રૂપ છે.
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, સુઆ, સ્વચક્ર, અને પરચક્ર એ સાત ઈતિ છે. એ સાત ઉપદ્રવ જ્યાં સુધી વર્તતા હોય ત્યાં સુધી ખેડુતને ઈષ્ટ અન્ન ઉપજાવી ઘેર પહોંચાડવાની શી આશા ? તેમ જીવને દેહાનુરાગરૂપ ઇતિ જ્યાં સુધી તે ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિની શી આશા? પ્રત્યુત એથી તે અનાદિ બંધદશા બળવાન થાય છે, પિષણ પામે છે.
તપનું વાસ્તવિક ફળ મેક્ષ છે, પણ તેમાં દેહાદિ બાહ્ય વસ્તુઓ પ્રત્યેની પ્રીતિ એ એક મહાન ઉપદ્રવ છે. જેથી આત્માના નિજ વૈભવમાં મહાન હાનિ થાય છે.
એ જ અર્થને ગ્રંથકાર પ્રકારાંતરે દઢ કરે છે – मामन्यमन्यं मां मत्वा भ्रान्तो भ्रान्तौ भवार्णवे । नान्योऽहमहमेवाहमन्योऽन्योऽन्योहमस्ति न २४३ ॥
અનાદિ બ્રાંતિ વેગે કરીને પિતાથી કેવળ ભિન્ન એવા દેહાદિ પર પદાર્થોને જીવે પિતાનું સ્વરૂપ જાણ્યું, તેમ પોતે શુદ્ધ ચૈતન્યઘન સ્વપર પ્રકાશકરૂપ છતાં પિતાને દેહાદિરૂપે જા. એ જ વિપરીત માન્યતાઓ ગ્રહિત જીવ અનાદિ અનંત ભવ સમુદ્રમાં ભટકા. પણ હવે તો, હે જીવ! તું સભ્યપ્રકારે એમ જાણું કે “હું દેહાદિ પરપદાર્થરૂપ નથી, તેમ એ દેહાદ્રિ પર પદાર્થો મારું નિજ સ્વરૂપ નથી, તથા હું એ દેહાદિ પર પદાર્થોમાં નથી, તેમ એ દેહાદિ પર પદાર્થો મારામાં નથી. હું