________________
(૧૦) { ચૈતન્યઘન ત્રિકાળે ચૈતન્યઘનરૂપ છું, તેમ એ દેહાદિ પરપદાર્થો ત્રિકાળે જડરૂપ અને પર છે.”
આ જગતમાં સર્વ પદાર્થો પિત પિતાના નિજ સ્વરૂપને અવલંબીને રહ્યા છે, પણ ત્રિકાળે પિતાના નિજ સ્વરૂપને છોડતા નથી. કોઈ દ્રવ્યને કેઈ અન્ય દ્રવ્યથી કિંચિત્ સંબંધ નથી. અર્થાત્ સર્વ દ્રવ્ય પોતપોતાના સત્તા ગુણાદિને અનુવતિ ભિન્ન ભિન્ન નિજ ગુણપર્યાયપણે પ્રવર્તિ રહ્યાં છે. હું અનાદિ કાળથી મિથ્યાત્વ-રાગાદિ વેગે એ દેહાદિ પર પદાર્થોને મારું નિજ સ્વરૂપ સમજી રહ્યો છું, પણ એ પર પદાર્થો મારા સ્વરૂપપણે પરિણમવા સર્વથા અશકય છે. કેવળ મૂઢ બુદ્ધિએ ગ્રહાઈ નિરર્થક અને પિતા પણે ધારી ધારી હું અનંત કાળથી એ દેહાદિ પર પદાર્થોની પાછળ મારી પિતાની બ્રાંતિએ કરીને ભટકા. દેવગે વા કાળાદિ લબ્ધિને પામીને આ અનુપમ માનવ જીવનમાં કઈ મહપુરુષની કૃપાએ કરી સમ્યજ્ઞાનાદિ યોગના પ્રભાવથી હવે મેં જાણ્યું કે “એ દેહાદિ પર પદાર્થો ખરેખર જડ અને પર છે. હું તે રૂપ નથી પણ ચૈતન્યઘનરૂપ છું. એ જડ શરીરાદિ અને ચૈતન્ય પરિણમી હું એ બંનેમાં પરસ્પર શું સંબંધ છે? જરાપણ નહિ. કારણ એ બંને જાતિ, ગુણ, લક્ષણદિએ કરીને પરસ્પર કેવળ ભિન્ન છે.” આ પ્રકારનું આત્મપરિણામી ભેદવિજ્ઞાન એ જ મોક્ષરૂપ પરમ કલ્યાણનું કારણ છે.
દેહાદિ પ્રત્યેની રાગબદ્ધિ બંધનું કારણ છે, અને વૈરાગ્યબુદ્ધિ નિર્જરાનું કારણ છે. અનાદિ ભ્રાંતિ જેની નિવૃત્ત થઈ છે, તેને જ દેહાદિ પદાર્થો સાક્ષાત્ પરપણે પ્રતિભાસે છે. એમ ગ્રંથકાર કહે છે –
बंधो जन्मनि येन येन निबिडं निष्पादितो वस्तुना बाह्यार्थेकरतेः पुरापरिणतप्रज्ञात्मनः साम्प्रतम् । तत्तत्तन्निधनाय साधनमभूद्वैराग्यकाष्टास्पृशो દુધ દિ તન્યા વિદ્યુપામાજીત રામ્ II ૨૪૪ II
અનાદિ કાળથી આજ સુધી બાહ્ય વસ્તુઓ સાથે અત્યંત પ્રીતિ - બની રહી, અને તેથી એ બાહા પર વસ્તુઓ મને નિબિડ બંધનું કારણ થઈ. પણ હવે સત્યાર્થ આત્મવિજ્ઞાનના પ્રભાવથી એ બાહ્ય સર્વ પર વસ્તુઓ પ્રત્યે મને ઉત્કટ વૈરાગ્ય વર્તતો હોવાથી જે પદાર્થો પૂર્વે બંધ હેતુપણે વર્તતા તે જ પદાર્થ આજ બંધ નિવૃત્તિપણે મારા જ્ઞાનમાં પરિણમી રહ્યા છે. અહો! કયાં એ પૂર્વનું અજ્ઞાન તથા કયાં આ