________________
(૨૦૮) સંસારદશામાં આત્મા અશુદ્ધતાયુક્ત છે, અને તે સમ્યક્દર્શનાદિ ઉપાયે વડે અશુદ્ધતાને નાશ થઈ પૂર્ણ શુદ્ધ થાય છે. જન્મ મરશુદિ ઠંથી મુક્ત થાય છે. --
• સ્વભાવતઃ જીવને દુઃખ પ્રિય નથી, સુખ પ્રિય છે. પિતાને અનિષ્ટ એવાં ચિત્ર વિચિત્ર દુઃખે અનિચ્છાએ પણ જીવ અનુભવે છે, તેથી પણ સ્પષ્ટ સમજાય છે કે વર્તમાનમાં જીવ પરતંત્ર છે, સ્વાધીન નથી. સ્વાધીન હોય તે કઈ અણગમતાને અનુસરે નહિ. એ પરાધિનતા કઈ? માત્ર સકષાયભાવે પૂર્વે બાંધેલાં ચિત્ર વિચિત્ર શુભાશુભ કર્મ પુદગલની. વર્તમાનમાં પણ એ શુભાશુભ કર્મ પુદ્ગલના ઉદયજન્ય પરિણમેને અનુભવ પ્રાયે સકષાય પરિણામ વિના થતું નથી. માત્ર કઈ દશાસંપન્ન મહાપુરુષને બાદ કરતાં આખું જગત એ શુભાશુભ પદાર્થો અને ભાવમાં અહં, મમત્વ માની ચિત્ર વિચિત્ર પ્રકારે નાચી રહ્યું છે. આત્માને વાસ્તવ્ય વિશ્વાસ અને અનુભવ આત્માના પરિચયી થયે જ થાય છે. અને શુભાશુભ સંસાર પરિકૃતિ અને તગે ઈષ્ટ અનિષ્ટ કલ્પના જીવ કષાય પરિણામથી જ કરે છે. જેથી ભાવિ સંસારના કારણરૂપ કર્મપગલેને સમયે સમયે બાંધે છે. જીવને બંધદશા એક બીજા શુભાશુભ કર્મોદય વડે મિથ્યાત્વનું સાહચર્ય પામીને સંતતિરૂપે ધારા પ્રવાહીપણે તીવ્ર મંદ રૂપે અનાદિ કાળથી ચાલી આવે છે.
એક સમય પ્રબદ્ધ કર્મ પુદગલે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગરૂપ અથવા જ્ઞાનાવરણદિરૂપ સ્વયં પરિણમી જાય છે. એમની ચંચળતાથી જડ એવી સૂક્ષમ કર્મવર્ગણાઓ કે જે કર્મસ્વપણે પરિણમવા
ગ્ય છે, તે પ્રકૃતિ, પ્રદેશપણે પરિણમે છે. અને એ પ્રકૃતિપ્રદેશપણે પરિમિત કર્મવર્ગણુઓમાં સ્થિતિ તથા ફળદાન શક્તિ પેદા કરવાનું કામ કષાય પરિણામ કરે છે. કર્મપિંડનું આવવું તથા તેમાં ફળદાન શક્તિનું ઉપજવું એ બંને કાર્ય એકી સાથે થાય છે. કર્મપિડના બંધ અર્થે નિમિત્તભૂત એવી ગની ચંચળતાને પણ સંસાર દશામાં પ્રાચે કષાયે જ ઉત્તેજીત કરે છે. કષાયને પ્રાદુર્ભાવ આત્મ અજાગૃતિ અર્થાત્ પ્રમાદથી થાય છે, અને હિંસાદિ અવ્રત પરિણામે અને પ્રવર્તનાઓ એ અનાદિ પ્રમાદને પિષણ આપે છે. તથા એ હિંસાદિ અવ્રત પરિણતિ મિથ્યાત્વના સાહચર્ય ગે બળવાનપણને પામે છે. એમ ઉત્તરોત્તર કારણ કલાપ મળવાથી આત્મા મલિન થાય છે, પરાધીન થાય છે.
१ पयडिठिंइअणुभाग, पदेशमेदादुचदुविधोबधी योगा पयडि पदेसा, ठिदिअणुभागा कसाएदो होदि. (द्रव्यसंग्रह.)