________________
(૧૯) શરીર પ્રત્યેના મમત્વનું કારણ મોહ છે. વિચારી વિચારીને મેહને ક્ષય કરે એ જ વિવેકી પુરુષોનું ર્તવ્ય છે –
अनादिचयसंबद्धो महामोहो हृदि स्थितः । सम्यग्योगेन यैर्वान्तस्तेषामूर्ध्व विशुध्यति ॥ २५५ ॥ સમ્યગ અર્થાત્ સ્વસ્વરૂપ વિષે ચિત્ત નિરોધરૂપ પરમ ઔષધીવડે જે મહાપુરુષોએ અનાદિ સંચિત કર્મોદય જન્ય હદયમાં રહેલ મહામહ વમી નાખ્યો છે, તેમને ઉભય લેક (આ લોક-પરલેક) વિશુદ્ધ છે.
જેમ ચોગ્ય ઔષધોપચારથી પેટનું અજીર્ણ વી નાખતાં રોગની નિવૃત્તિ થાય છે, તેમ વિભાવ ભાવથી વૃદ્ધિ પામેલે કર્મ પરિણામરૂપવિકાર સમ્યકજ્ઞાનથી નિવૃત્ત થાય છે. અને એ કર્મપરિણમજન્ય વિકાર અર્થાત્ મેહ અત્યંત મંદ થતાં-નાશ થતાં શરીર પ્રત્યેનું અનાદિ મમત્વ ક્ષીણ થાય છે. મમત્વ નષ્ટ કરવાનો મૂળ અને વાસ્તવ્ય ઉપાય મેહને ક્ષય કર એ જ છે. અને તે મોહ ક્ષયને ઉપાય વિવેકપૂર્વક પર પદાર્થોની આસક્તિને ત્યાગ કરે એ છે.
મોહ નિવૃત્તિનું ચિન્હ - एकैश्वर्यमिहैकतामभिमतावाप्ति शरीरच्युति दुःखं दुष्कृतनिष्कृतिं सुखमलं संसारसौख्यासनम् । सर्वत्यागमहोत्सवव्यतिकरं प्राणव्ययं पश्यताम् किं तद्यन्नसुखाय तेन सुखिनः सत्यं सदा साधवः ।। २५६ ॥
જે સાધુ એકાંત નિવાસને એક અદ્વિતિય ચક્રવર્તિપણા સમાન લેખે છે, શરીરના વિનાશને મનોવાંચ્છિત લાભ માને છે, લાભાંતરાયાદિ ઘાતી કર્મોના ક્ષયપશામજન્ય સુખના ઉદયને મોક્ષના વિઘાતકરૂપ પરમ દુઃખ સમજે છે, અને તેના પરિવારને જ જે સુખ શ્રદ્ધે છે, દુઃખી જીવોના દુઃખ પરિહાર પ્રસંગે આવી પડનારા દેહત્યાગ જેવા વિકટ પ્રસંગને સ્વસ્વ ત્યાગરૂપ મહત્સવ માને છે, તેને આ ત્રિભુવનમાં કર્યો પદાર્થ કે પ્રસંગ સુખના હેતુરૂપ ન થાય? જે પદાર્થ અને પ્રસંગ પ્રાપ્તિમાં સંસારરસિક ભીરૂ અને પામરૂ દુઃખ અનુભવી રહ્યાં છે, તે પદાર્થ અને પ્રસંગ મુનિજનને સુખના હેતુરૂપ થાય છે.
અજ્ઞાનજન્ય પર વસ્તુ પ્રત્યેની ઈચ્છાનિષ્ટ ભાવના જે પુરુષમાં ઉત્પન્ન થતી નથી તેને હરકેઈ ઇચ્છાનિષ્ટ પ્રસંગો સુખરૂપ પ્રતિભાસે છે, અને