________________
( ૮) કદીપણ સૂકાતી નથી. એમ સમજી વિવેકી પુરુષે પિતાના શરીરથી પણ ઉદાસીન પણે–નિસ્પૃહપણે મરણ જીવનની આકાંક્ષા રહિત થઈ અત્યંત કષ્ટસાધ્ય તપ આદિ વડે નિરંતર શરીરને દમન કરે છે.
શીતકાળમાં વિસ્તીર્ણ જળાશયના કિનારે, ઉષ્ણકાળમાં પર્વતના શીખરે ઉપર, તથા વર્ષાકાળમાં વિસ્તારયુક્ત વૃક્ષ નીચે નિવાસ કરી ચેતન અચેતનકૃત ઉપસર્ગોને સમપરિણમે સહન કરી નિજ આત્મિક અનંત શક્તિને પ્રકાશ કરે છે. ચિરકાળ પરિચિત દેહ પ્રત્યેની સ્પૃહાને ભૂલી વિસ્મરણ કરી નિજ અનંત આનંદરૂપ સ્વગુણુ પર્યાયમાં અંતઃકરણને તન્મય કરે છે, ત્યાં જ અખંડ આનંદાનુભવ લે છે.
શરીર પ્રત્યે જે પુરુષ નિસ્પૃહ છે, તે બીજા પર પદાર્થોમાં કેમ મમત્વ કરે:
क्षीरनीरवदभेदरूपतस्तिष्ठतोरपि च देहदेहिनोः । भेद एव यदि भेदवत्स्वलं बाह्यवस्तुषु वदात्र का कथा ।। २५३ ॥
દુધ અને પાણીની માફક અભેદવત્ મળેલાં એવા જીવ અને શરીરમાં જ જ્યારે પ્રત્યક્ષ ભેદ છે, તો પછી સ્પષ્ટ પરરૂપ જણાતા સ્ત્રી પુત્ર, ધનાદિ ચેતન અચેતન બાહા પદાર્થોની ભિન્નતાનું તે કહેવું જ શું? એ તો પ્રગટ ભિન્ન છે. એમ સમ્યકપણે વિચારી આ જગતના સર્વ ચેતન અચેતન પર પદાર્થો પ્રત્યેને સ્નેહ વિવેકી પુરુષે છેડે છે.
શરીરના સંગથી જીવની શું સ્થિતિ થાય છે? तप्तोऽहं देहसंयोगाजलं वानलसंगमात् । इह देहं परित्यज्य शीतीभूताः शिवैषिणः ॥ २५४ ॥
અગ્નિના સંગથી જેમ જળ તતાયમાન થાય છે, તેમ દેહના સંગથી અનંતકાળથી આત્મા તણાયમાન થઈ રહ્યો છે. એમ વિચારી કલ્યાણથી મુનિજને દેહથી પણ મમત્વ તજી આનંદરૂપ (શીતળ) થાય છે.
સર્વ દુઃખ અને કલેષાદિ માત્ર દેહના સંગથી જ જીવ અનંતકાળથી સહન કર્યા કરે છે, શરીર પ્રત્યેનું મમત્વ એ જ સર્વ આપત્તિનું સ્થાન છે એમ સમજી મેક્ષાભિલાષી પુરુષ એ શરીર પ્રત્યે અનુરાગ તજી માત્ર એક વિતરાગ ભાવને જ આદરે છે, પિષે છે કે જેથી એ અનાદિ અનંત દુઃખની ખાણુરૂપ શરીરને ફરીથી સંબંધ જ ન થાય.