________________
સન્મુખ તું કેમ થાય છે? બીજાના તરફ દોષ દષ્ટિપૂર્વક જેવું એ પણ એક કષાય જ છે. એમ કરવાથી તે કષાય કે તજજનિત દેષથી કદી પણ મુક્ત થઈ શકીશ નહિ અને ત્યાં સુધી તારું વાસ્તવિક કલ્યાણ થવું પણ અશકય છે, કે જ્યાં સુધી તારી દષ્ટિ અરેચક પરિણામે પરદેષ જેવા સન્મુખ પ્રવર્તિ રહી છે. દેષ દેખવાવાળા મનુષ્યના હૃદયમાં ઈર્ષાને અગ્નિ નિરંતર પ્રજવલિત રહ્યા કરે છે. વળી જ્યારે પરના દેષ જેવા સન્મુખ દષ્ટિ સદેદિત રહ્યા કરે, ત્યારે તેનામાં ઉત્કૃષ્ટ ગુણને પ્રકાશ પણ ક્યાંથી થાય? કારણ નિજ ગુણોને ઉત્કર્ષ કરવા તરફ તેને લક્ષ કે અવકાશ જ નથી.
બીજુ જ્યાં સુધી સંસારદશા વર્તે છે, ત્યાં સુધી શેડા વા ઘણું દેષ પ્રાયે સર્વ જીમાં વતે છે. સંસારદશામાં સર્વગ શુદ્ધતા હોય એવું એક પણ ઉદાહરણ નહિ મળે. ગુણસ્થાન શ્રેણી એ પણ એક એકથી દોષ મુક્ત સંસાર દશાઓ છે. સંપૂર્ણ દેષમુક્ત અસંસાર દશા ભગવાન સિદ્ધાત્મા છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનના સાપેક્ષપણે જતાં નીચે નીચેનાં ગુણસ્થાને દેષ યુક્ત જ ભાસશે.
ઉન્નતિને કેમ તે એ છે કે એકને જોઈ બીજે તેના આદર્શ ગુણોનું અનુકરણું કરે. પરંતુ દેષદષ્ટિવાન મનુષ્ય “પિતાથી જગતમાં કઈ વિશેષ ગુણવાન છે” એમ સમજતો જ નથી. બીજામાં દેષ હોવા અથવા નહિ હોવાથી તેને પિતાને શું લાભ હાનિ છે? તારે દેષ જે દિવસે નિવૃત્તપણાને પામશે તે દિવસે તું વાસ્તવિક સુખી થઈશ. માટે હે મુમુક્ષુ ! એ પરદેષ જેવા તરફ તું નિરંતર ઉપેક્ષિત રહે. પણ જ્યાં સુધી મિથ્યાત્વ અને તજજનિત અજ્ઞાન જીવને વેગે ચડાવી રહ્યું છે, ત્યાં સુધી જીવની દષ્ટિ માત્ર પરદેષ ગ્રહણાદિ તરફ નિરતર રમ્યા કરે છે. પણ એ અવિવેક છે. સાંભળ:
यद्यदाचरितं पूर्व तत्तदज्ञानचेष्टितम् । उत्तरोत्तरविज्ञानाद्योगिनः प्रतिभासते ॥२५१॥ ઉત્તરોત્તર વિજ્ઞાન અર્થાત્ સમ્યકજ્ઞાન-વિવેકદશાની પ્રાપ્તિ અને વૃદ્ધિ થતાં પોતે પૂર્વે અજ્ઞાનદશામાં જે જે આચરણ કર્યા છે તે તે સર્વે યેગી પુરુષને અજ્ઞાનચેષ્ટારૂપ પ્રતિભાસે છે.
પરાયા અવગુણ અને પિતાના ગુણ પ્રગટ કરવા એ જ એક અજ્ઞાન ચેષ્ટા છે. અજ્ઞાનીજનોને એ ચેષ્ટા બૂરી કે અજ્ઞાનરૂપ ભાસતી નથી. પરંતુ વિવેકજ્ઞાની ગીપુરુષને સ્પષ્ટ બૂરી પ્રતિભાસે છે. કારણ અજ્ઞાનદશા ગ્રસ્ત જીવ દેષયુક્ત હોય છે. એમ પોતાની પૂર્વ અજ્ઞાનચેષ્ટાનું તેને