________________
(૧૨) છે, શાતાને વેદે છે એમ જે કહેવામાં આવે છે તે ઉપચારથી. કારણ સંસારી છ આત્માનુભવને જાણી કે જોઈ શકતા નથી. શાતા અને શાતાજન્ય સામગ્રી, તથા અન્યથી વિલક્ષણ પુણ્ય પ્રકૃતિના ઉદયને આત્મગુણુ કપે છે, ત્યાં બીજું શું કહેવું? વળી તે પુરુષોને દુઃખને અભાવ વતી સંપૂર્ણ સુખને અનુભવ સમયે સમયે વર્તી રહ્યો છે. જગતવાસી લક્ષ શાતા એ સુખ છે એમ બની રહ્યો છે અને અનંત અતીંદ્રિય અનાકુળ સુખનું તેમને ભાન નથી, એટલે ત્યાં શાતા વતે છે, એમ ઉપચારથી મહાપુરુષોએ કહ્યું. વળી તેમને ક્વચિત્ શુભ પ્રકૃતિને બંધ પડે તોપણ તે સાંપરાઈક નથી પણ ઈર્યાપથીક છે. પ્રથમ સમયે બંધાય અને બીજા જ સમયે છૂટી જાય છે. વળી નામ, ગોત્ર, વેદનીય અને આયુ એ ચાર કર્મ પ્રકૃતિ સાક્ષાત્ આત્મગુણ વિઘાતક નથી. આત્મગુણ વિઘાતક તે ઘાતિ કર્મ પ્રકૃતિઓ છે, એટલે શાતા વેદનીયાદિથી આત્મગુણને વિઘાત થાય છે, કે આત્માનુભવ આવરણને-હાનિને પામે છે એમ બનતું નથી. મોહના મિશ્રણ વિના કેઈ કર્મ પ્રકૃતિ આત્માનુભવની આડે આવતી નથી. આત્મગુણોને સાક્ષાત્ આવરણ કરનાર મોહ છે, એમ સમજી વિવેકપૂર્વક તેને સર્વથા ક્ષય કરવા ભણી હે જીવ! તું પ્રવર્ત.
વળી ફળ આપી કર્મ ક્ષય થવાની અપેક્ષાએ જોઈએ તે તે નિર્જરા બંધરૂપ જ છે. એવી સવિપાક નિર્જરા પ્રાણી માત્ર કરી જ રહ્યાં છે. અને તેથી કાંઈ વાસ્તવિક બંધનને અભાવ નથી. કારણ એવી નિર્જરામાં નવીન નવીન બંધ જીવને થયા જ કરે છે. મેક્ષાથી જીવને તે નિર્જરાનું કોઈપણ પ્રયજન નથી. તે –
यस्य पुण्यं च पापं च निप्फलं गलति स्वयम् । स योगी तस्य निर्वाणं न तस्य पुनरात्रवः ॥ २४६ ॥
જે વિરક્ત પરિણામી જીવને સ્વફળ ઉપજાવ્યા સિવાય પુણ્ય અને પાપ સ્વયં નિર્જરે છે-નિઃસત્વ બને છે, તે જ ખરેખર ગી છે, તે જ નિરાસવ છે, અને તેજ મહભાગી પુરુષ નિર્વાણદશાને ક્રમે કરીને પ્રાપ્ત થાય છે.
સંસાર પરિભ્રમણનું મૂળ કારણ પુણ્ય અને પાપ પ્રત્યે અનુરાગઆસક્ત પરિણામ છે. જેમ ફળનું મૂળ પુષ્પ છે, પણ જ્યાં પુષ્પ જ ખરી ગયું–સૂકાઈ ગયું ત્યાં બીજ અને ફળની ઉત્પત્તિ ક્યાંથી? તેમ જીવને ચતુર્ગતિરૂપ ફળનું કારણ શુભાશુભ કર્મ પ્રત્યે ઉદયાનુરાગ છે. પણ જ્યાં એ શુભાશુભ કર્મ જ નિર્જરી ગયાં-હીનસત્વ બની ગયાં, ત્યાં નવીન શરીર ધારણ કરવાપણું જ કયાંથી હોય?