________________
(૨૦૪) સર્વથા દૂર થતાં એ નિવૃત્તિ કે પ્રવૃત્તિથી જીવને કાંઈપણ પ્રજન નથી. જેમ જ્યાં સુધી રેગ છે ત્યાં સુધી ઉચિત ઔષધોપચાર કર્તવ્ય છે. પણ રોગ મુક્ત થતાં ઔષધોપચારથી કાંઈ પ્રયજન નથી, તેમ અનાદિ પરપ્રવૃત્તિ નિવારવા અર્થે નિવૃત્તિને અભ્યાસ કર્તવ્ય છે, પણ પ્રવૃત્તિને સર્વથા અભાવ થતાં કે વાસ્તવ્ય અભાવ દશા વતતાં નિવૃત્તિથી કાંઈ પ્રયોજન નથી.
એ પ્રવૃત્તિ નિવૃત્તિનું સ્વરૂપ શું છે? તથા તેનું કારણ શું છે? रागद्वेषौ प्रवृत्तिः स्यानिवृत्तिस्तनिषेधनम् । तौ च बाह्यार्थसंबंद्धौ तस्मात्तांश्च परित्यजेत् ।। २३७॥ રાગ દ્વેષનું નામ પ્રવૃત્તિ છે તથા તેને નિરોધ કરવો એ જ નિવૃત્તિ છે. એ બંને (રાગદ્વેષ) બાહ્ય પદાર્થોના સંબંધથી વર્તે છે. તેથી એ સ્ત્રી, કુટુંબ, ધન, ધામાદિ સર્વ બાહ્ય પદાર્થોને સમ્યફપ્રકારે ત્યાગ કર એ જ મુમુક્ષુને ઉચિત છે. કારણ રાગાદિપ પ્રવૃત્તિનું મૂળ નિમીત્ત કારણ એ સર્વ પરવસ્તુઓને સંબંધ છે. માટે નિવૃત્તિના અભિલાષી આત્માએ નિવૃત્તિને અથે દેહાદિ સર્વ પરપદાર્થોને સંબંધ છેડે. અને તો જ નિવૃત્તિ ટકે છે–વર્ધમાન થાય છે–ઉવળ થાય છે. અને અંતે આત્માને શાશ્વત નિજાનંદમાં નિમગ્ન કરે છે.
પરિગ્રહાદિથી ઉદાસીન આત્માની ઉદાસીનતાનું સ્વરૂપ ગ્રંથકાર વર્ણવે છે –
भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः । भावये भावितानेति भवाभावाय भावनाः ॥ २३८ ।।
અનંત સંસાર પરિભ્રમણ કરી રહેલે એ હું હવે એ અનાદિ પરિભ્રમણના આત્યંતિક અભાવને અર્થે પૂર્વે કયારેય પણ નહિ ભાવેલી, નહિ ચિંતવેલી અને નહિ પ્રતીત કરેલી એવી સમ્યદર્શનાદિક નિર્મળ ભાવના ને ભાવું, આરાધું તથા પૂર્વે અનંત વાર ભાવેલી એવી મિથ્યાદર્શનાદિક દુર્ભાવનાને ત્યાગ કરૂં-ભુલું.
જે દૂષ્ટ ભાવનાના ગે ભયંકર સંસાર ચાદમાં આજ સુધી હું ભમે કદથિત થયે, દુઃખી દુઃખી થઈ રહ્યો, તે ભાવના છેડી હવે તેનાથી ઉલટી સમ્યક્દર્શનાદિ ભાવનાને અંગીકાર કરી અનંત સુખ સ્વરૂપ અવિનાશી નિજ પદને પ્રાપ્ત કરું. એમ મુમુક્ષુ આત્મા નિરંતર ચિંતવે છે.