________________
(૧૭)
જગતના પદાર્થો સાર્થક વા ઉપભેગ્ય છે. પણ તે કયાં સુધી? અંતરંગ આત્મદષ્ટિને જેના આત્મામાં લેશ માત્ર પ્રકાશ નથી, પરંતુ કેવળ બહિર્મુખ ઉપગ જેને પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધી. વિશુદ્ધ આત્માનંદના ભેગી પુરુષ કે જેમનું અંતકરણ બાહ્ય સર્વ પરવસ્તુના મેહથી વિરામ પામ્યું છે–નિવૃત્ત થયું છે, તેમને આખું જગત અનેક સંકટનું કારણ તથા અપૂર્વ આત્માનંદનું વિઘાતક, અભેગ્ય, અને ઉપેક્ષય ભાસે છે. વસ્તતાએ જગત ત્રિકાળે જે છે તે જ છે. પણ ઉપરોક્ત દષ્ટિભેદના કારણથી તે તે દષ્ટિવાનેને તેવું તેવું ભાસે છે. અંતરાત્મદષ્ટિવાન મોક્ષાર્થિ જીવોને ઉચિત છે કે તેઓ પાદેયની સાપેક્ષતા સમજી તથારૂપપણે નિવૃત્તિને અભ્યાસ કરે, કારણ આત્માને આનંદ વાસ્તવિક, શુદ્ધ, સ્વાશ્રયી, અને અબાધિત છે, જ્યારે જગતના પદાર્થોનો આનંદ ઇદ્રધનુષવત્ ક્ષણિક, બાધિત, પરાશ્રયી અને અવાસ્તવિક છે. વિશુદ્ધ આત્માનંદ જગત અને જગતના સર્વ પદાર્થોની આસક્તિ ટાળી નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરવાથી જ પ્રાપ્ત થાય છે. સાચા સુખને અભિલાષી આત્મા તે પ્રવૃત્તિને તજી નિવૃત્તિ પરાયણ જ થાય છે. કારણ પ્રવૃત્તિનું ફળ ચાર ગતિરૂપ સંસાર છે. તથા નિવૃત્તિનું ફળ અસંસાર અર્થાત્ મોક્ષ છે. ટૂંકામાં અવિવેકી અને રાગના વિશે આ સમસ્ત જગત ભેગ્યરૂપ ભાસે છે, ત્યારે વિવેકવાન સુષ્ટિમાન ને સમ્યકજ્ઞાન ગે કેવળ ત્યાગરૂપ-ઉપેક્ષારૂપ ભાસે છે. દષ્ટિ એવી સૃષ્ટિ. | નિવૃત્તિને અભ્યાસ કર્યા કરવું એ પણ એક પ્રવૃત્તિ જ છે ને! અને જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં વ્યાકુળતા છે. તે એ અભ્યાસ સદાને માટે કર્યા જ કરે ? ગ્રંથકાર કહે છે કે-ના.
निवृत्तिं भावयेचावनिवर्त्य तदभावसः ।
न वृत्तिन निवृत्तिश्च तदेवपदमव्ययम् ॥ २३६ ॥
જ્યાં સુધી બાહ્ય સર્વ ઉપાધિઓથી ચિત્ત છૂટી જઈ પૂર્ણ આત્માનંદમાં શાશ્વતપણે નિમગ્ન ન થાય ત્યાં સુધી ઉચિત પ્રકારે નિવૃત્તિને અભ્યાસ સતત કર્તવ્ય છે. અંતર્દશા પૂર્ણ આત્મનિમગ્ન થતાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કાંઈ પણ કરવાનું રહેતું નથી. શુદ્ધાત્મતલ્લીનતા થતાં પ્રવૃત્તિ શામાં થાય? તથા નિવૃત્તિ કેનાથી કરે? અર્થાત્ તે દશાએ પ્રવૃત્તિ નિવૃત્તિની ૯૫ના જ સમાઈ જાય છે. આત્મા મુક્ત પરિણમી થાય છે. અને એ જ એક્ષપદ છે.
જીવને રાગાદિ પાની જ્યાં સુધી પ્રવૃત્તિ છે, ત્યાં સુધી નિવૃત્તિને અભ્યાસ કરે ઈષ્ટ છે. પણ પર વસ્તુને આત્મીય સંબંધ