________________
(૧૮)
પ્રકારે રાખવા શ્રી જિને આજ્ઞા કરી છે, તે જ વસ્તુઓમાં સંયમની હાનિ કરી-અજાગ્રત બની–મેહમુગ્ધ થઈ કેમ ફસાય છે? હે મુનિ ! મેહરાજાના પ્રબળ માહાભ્યને તું જાણે છે? જે વસ્તુ સંસારી જીને વિશેષ હાનિ કરી શકતી નથી, તે તારા જેવાને તે ભયંકર હાનિ પહોંચાડશે. સાંભળકઈ બુદ્ધિમાન મનુષ્ય અજીર્ણ મટાડવા ભેજનને ત્યાગ કરી ઔષધિ સેવન કરે છે; પરંતુ એકલું ઔષધ જ પ્રમાણથી અધિક લઈ ઉલટ રેગને વધારતું નથી. “માત્ર આ ઔષધ છે, ડું છે” એમ સમજી પ્રમાણથી અધિક લઈ રોગને વધારે તે તે ખરેખર મૂર્ખ છે. તેમ આત્મકલ્યાણાર્થે સર્વ આરંભ–પરિગ્રહાદિ છેડી સંયમ રક્ષાર્થે આવશ્યક્તાનુસાર થોડી ઘણું રખાએલી વસ્તુઓ પ્રત્યે વિમોહિત થવું એ કેવળ મૂર્ખતા જ છે. સંયમેપકરણ એ અસંયમભાવની એક ઔષધિ છે. અને તે પણું ઉપાદાન આત્માની હાજરીમાં–જાગ્રતિમાં. તેનાથી સંયમની રક્ષા કરાય વા તેને દેખી આત્માના સંયમ પરિણામ જાગ્રત રહે-રખાય એ તો ઠીક છે. પણ તેને જ આશ્રયે મેહાધિન થવું કઈ રીતે ગ્ય નથી. સાધુ જીવનમાં મહાનિ થવું તે કરતાં ગૃહાશ્રમી રહેવું શું છેટું હતું? માટે હવે તો એ સંયમપકરણ પ્રત્યેને મૂઢમેહ પણ છોડ.
આખા સંસારને છોડયા પછી આવશ્યક એવી નાની સરખી વરતમાં પણ તું ફસાય-મુગ્ધ થાય એ કેવળ મૂર્ખતા છે. આત્મદશા વાસ્તવિકપણે તથારૂપ પ્રકારે ન પરિણમે ત્યાં સુધી સંયમી જીવનમાં અનેક પ્રકારથી સાવચેત રહેવા જેવું છે. સર્વ પરવસ્તુથી ડરીને નિરંતર જાગ્રત રહેવા જેવું છે. નહિ તે આત્મપરિણામ અનાદિ સંસારાકારને સહેજે પામી જઈ સંયમ સ્થાનથી પતિત થાય છે. નિરંતર અપ્રમત્ત દશાએ પ્રવર્તવું એ જ શ્રી જિનને સતત ઉપદેશ છે. વાસ્તવિક નિશ્ચિતતા તે ત્યારે જ થાય કે – तपः श्रुतमिति द्वयं बहिरुदीर्घ्य रुढं यथा कृषीफलमिवालये समुपनीयते स्वात्मनि । कृषीवल इवोत्थितं करणचोरव्याधादिभिस्तदा हि मनुते यतिः स्वकृतकृत्यतां धीरधीः ॥ २२९॥ જેમ ખેડુત ખેતરમાં બીજ વાવી અનાજની વૃદ્ધિ કરે છે, પણ તે એટલાથી સંતેષ પામતું નથી. તે તે જ્યારે તે અનાજને ચેરાદ ઉપદ્રવના ભયથી ખેતરમાંથી લઈ જઈ નિવિને ઘર ભેળું કરે ત્યારે જ નિશ્ચિત થાય છે. તેમ મુનિજન અસંખ્યાત પ્રદેશ પ્રમાણ આત્મક્ષેત્રમાં તપ શ્રુતાદિ સાધન વડે નિજ જ્ઞાન દર્શનાદિ સમ્યકભાની અભિવૃદ્ધિ