________________
(૧૦૦) જ્ઞાનસાગરને મલિન કરે છે–આવરણ કરે છે, તેનાથી તે નિરંતર સાવચેત રહેવું જોઈએ. વળી જગતમાં પણ જોવામાં આવે છે કે શત્રુએ જેને દબાવી રાખે છે, તેને શાંતિ કયાંથી હોય ?
જેને કોઈ શત્રુ નથી તે જ નિરાબાધ છે. આશા એ તે સર્વથી પણ પ્રબળ શત્રુ છે. તેના અસ્તિત્વમાં ખરેખર શાંતિ કયાંથી હોય? ન જ હોય. એ આશારૂપ સમુદ્રનું અગાધ અને અથાહ ગાંભિય અને ઊંડાપણું જ્ઞાની દષ્ટયાનુસાર જીવે જાણ્યું નથી, નહિતો તેને જાણ્યા પછી તેને કિનારે એક નિમેષ માત્ર ઉભા રહેવાની, તેથી ઉપેક્ષિત રહેવાની જીવ ઈચ્છા કરે નહિ. પૂર્ણ નિર્મોહ પરિણામી થયા સિવાય એ આશારૂપ અનાદિ પાશ છૂટે તે નથી, માટે જો તું એને સર્વથા નિમૂર્ણ કરવા ઈચ્છતો હોય તે, મેહને સર્વથા પરિત્યાગ કર !
स्नेहानुबद्धहृदयो ज्ञानचरित्रान्वितोऽपि न श्लाघ्यः । दीप इवापादयिता कज्जलमलिनस्य कार्यस्य ॥ २३१ ॥
જેમ દીપક સ્નેહ અર્થાત્ તેલ સંયુક્ત હોય તે મલિન કાજળ નિપજાવે છે, તેમ શાસ્ત્રજ્ઞાન અને શુભાચારથી મંડિત પુરુષ પણ નેહ અર્થાત્ મેહ યુક્ત હોય તો તેલની માફક પાપરૂપ અશુભ કાજળ ઉપજાવે છે. અંતે મલિન જ થાય છે. સ્નેહ (મેહ) અનુબદ્ધ જીવન જ્ઞાન-ચારિત્રાદિ રૂડા ગુણે પણ પ્રશંસાને પામતા નથી.
દીપક પ્રકાશ આપે એ તે ઉત્તમ છે, પણ સાથે સાથે કાજળ વમે તે ઠીક નથી. એ દીપકને તેલને સ્નેહ ન હોત તો તે કાજળ વમત નહિ. અને તેથી તે અશેભાને પામત નહિ પણ પ્રશંસાને પાત્ર થાત. તેમ સાધુજનના આત્માને જ્ઞાનાદિ ગુણે પવિત્ર અને પ્રશંસનીય કરે છે, પરંતુ નેહ અર્થાત મેહની જરા તરા સત્તા તેમનામાં મલિનતા ઉત્પન્ન કરે છે. અને તેથી જ્ઞાનાદિ ગુણેની બીજી બધી રુડી કૃતિ પણ મલિનતાને પામે છે. માટે હરકેઈ પ્રકારે કરીને મેહને નાશ કરે એ જ ઉચિત છે. કેઈપણ પ્રકારે વીતરાગદશા આત્મામાં જરા પણ સ્પર્શવા ન દેવી, એ મેહનું મુખ્ય કાર્ય છે. અને એ દશા નથી ત્યાં સુધી જીવને વાસ્તવિક શાંતિ પણ નથી. સાંભળઃ–
रतेररतिमायातः पुनारतिमुपागतः ।
तृतियं पदमप्राप्य बालिशो वत सीदसि ॥ २३२॥ હે મુનિ ! તું રાગ પરિણતિમાંથી ખસી દ્વેષમાં આવે છે, અને દ્વેષ પરિણતીમાંથી ખસી રાગમાં આવે છે. ઘણું શેચની વાત છે કે તું કઈ