________________
" કઈ બાહ્ય મૂતિને કામનું સ્વરૂપ સમજીને શીવજીએ તે બાહ્ય મૂર્તિને ક્રોધથી ભસ્મ કરી, પરંતુ કામનું મુખ્ય સ્થાન જે ચિત્તમાં છે તેને તેઓ ન સમજ્યા. ક્રોધ કરતાં કામ તે ન મર્યો પણ કામને મૂળથી ભસ્મ કરવાનું સ્વકાર્ય ક્રોધના આવેશમાં ભૂલી ગયા. અર્થાત્ કામ બાહ્ય પદાર્થ કે બાહ્ય મૂર્તિ આદિ આધિન સર્વથા નથી, પણ એનું મૂળ ઉત્પત્તિ સ્થાન ચિત્તમાં છે, એ વાત વેગમાં આવી જઈ તેઓ ભૂલી ગયા. એ જ રીતે ક્રોધથી કોઈ પણ કાર્યની સિદ્ધિ નહિ થતાં ઉલટ સર્વ કાર્યને નાશ થાય છે. આ કામ વાસના અંતઃકરણમાં અનાદિ સંસ્કાર ચોગે ઉત્પન્ન થત એક વિકાર પરિણામ છે, મન એ તેનું ઉત્પત્તિ સ્થાન છે, તેથી એ કામને જ્ઞાની પુરુષે મને ભૂ પણ કહે છે. સત્સંગ અને તજજન્ય પ્રખર જ્ઞાનાગ્નિ વડે એને ત્યાંથી જ નષ્ટ કરે જોઈએ, કે જેથી વિકારી મન ઉપરામ પામી તે બાહ્યથી પણ સતાવી કે અપમાનિત કરી શકે નહિ. - સરાંશ-ક્રોધના આક્રેશમાં છવ કાર્યાકાર્યને વિચાર ભૂલી કેવળ અંધ બની જાય છે. કાર્યને વાસ્તવિક ઉપાય નહિ સુજતાં ઉલટ કાર્યની હાનિ જ તે કરે છે. માન કૃત હાનિ–
चक्रं विहाय निज दक्षिण बाहुसंस्थं यत् प्राव्रजन्मनु तदैव स तेन मुक्तः । क्लेशं तमाप किल बाहुबली चिराय
मानो मनागपि इति महतीं करोति ॥ २१७ ॥ શ્રીમાન બાહબલીન તપમાં એટલી બધી શક્તિ વર્તતી હતી કે પિતાના જમણા હાથમાં આવી સ્થિત થવા વાળા અત્યંત વેગવાન ગતિ યુક્ત ચક્રને તથા સર્વ પરિગ્રહને છેડતાંની સાથે જ તેઓ મુક્તદશાનેઅર્થાત કેવળજ્ઞાનને પ્રાપ્ત થાય, પરંતુ જેષ્ટ બંધુ ભરત તરફનું થોડુક માન તેઓ વેગળું કરી શકયા નહિ. અને તેથી ઘણુ કાળ સુધી તપ જન્ય કષ્ટ ઉઠાવવા છતાં મુક્ત દશાને પામ્યા નહિ. અલપ માન પણ મહાન હાનિ કરે છે.
તન, ધન, રૂપ, સંપદા, યૌવન, અધિકાર, રાજ્ય, લક્ષ્મી, અને મહત્તા આદિ ક્ષણભંગુર સંપદાને ગર્વ કરે એ મુમુક્ષુને યોગ્ય નથી. કારણ સત્તા ગુણે સિદ્ધ સમાન અને ગૈલોક્યને અભુષણ રૂપ આત્માને તુચ્છ અને ક્ષણિક એવી વસ્તુ પામીને ગર્વ કરે છે જે નથી. માન