________________
(૧૮૯) અતિ દુર્જય જે, તેને વિચારી વિચારીને તું ક્ષીણ કર. જે મહાન છેષ કઈ વિરલ પુરુષ જ છેડી શક્યા છે.
કર્મોદય હજુપણ તને વતી રહ્યો છે, અને તેથી થોડે પણ કષાય છૂપા છુપાતે તારામાં મોજૂદ છે. સરોવરમાં પાણી સૂકાઈ ગયું હોય પણ કઈ કઈ ખાડામાં થોડું થોડું પાણી રહી જાય તેમ તારા હદયમાંથી કષાયને મોટો પ્રવાહ નીકળી જવા છતાં તારા જેવા પુરુષ પ્રત્યે મત્સરતાની શેષ તારામાં હજુપણુ વતી રહી છે. એ શેષ એટલી બધી સહમ છે કે એની સત્તા એકાએક પમાતી નથી, અર્થાત સમજાતી નથી. એ નિર્મૂળ થવી અત્યંત કઠણ છે. છતાં એને ક્ષીણ કરવાને તું પ્રયત્ન કર.
કષાયે ઘણુ પાતળા થવા છતાં પિતાના જ સાથીઓ સાથે મત્સરતા પ્રાચે સર્વના હૃદયમાં રહ્યા કરે છે. એ માત્સર્ય ભાવ સહેજમાં છૂટી શકતો નથી. તેથી ગ્રંથકારે તેને દુર્જય કહી વળ્યું છે. સહાધ્યાયીસહધમી પ્રત્યેની મત્સરતાને અદેશતાને વિજય એ જ એક મહાન કષાય દાવાનળને વિજય છે. નથી સમજાતું કે પોતાના જ સહાધ્યાયીસહધમી મિત્રે પ્રત્યે આ માત્સર્ય અર્થાત્ અદેશક ભાવ કેમ વર્તતે હશે? પણ અહે અજ્ઞાન ! તારું માહાસ્ય કેઈ અકથ્ય છે.
હે ભવ્ય ! તું તપસ્વી છે, મંદ કષાયી છે, અને ગંભિર ચિત્ત યુક્ત છે, તોપણ તને કહીએ છીએ કે પિતાના બરોબરી જીવો પ્રત્યેને મત્સર ભાવ–અદેશક ભાવ તું ત્યજ, વાસ્તવ્ય ઈષ્ટ સાધ્યમાં એ એક મહાન વિપ્ન છે. હવે ગ્રંથકાર ક્રોધના આવેશથી થતા અકલ્યાણને દર્શાવે છે.
चित्तस्थमप्यनवबुध्य हरेण जाडयात् क्रुध्वा बहिः किमपि दग्धमनबुध्या । घोरामबाप स हि तेन कृतामवस्था
क्रोधोदयाद्भवति कस्य न कार्यहानिः ॥ २१६ ॥ ચિત્તમાં રહેલા કામને વાસ્તવ્યપણે નહિ જાણતાં બાહ્ય કેઈ બીજા પદાર્થને કામ સમજી ક્રોધપૂર્વક મહાદેવે તે બાહ્ય પદાર્થને ભસ્મ કર્યો. એમ કરવા છતાં કામ તે-ન-મર્યો પરંતુ પિતે વિશેષ સરાગ દશાને પ્રાપ્ત થયા. અર્થાત્ એ અનાદિ કામજન્ય ઘર વેદના સહી. શું ક્રોધથી બીજાના કાર્યની જરા પણ હાની કરી શકાય એમ છે? ના. ઉલટ પોતાના પ્રારંભિત કાર્યને એથી નાશ થાય છે.