________________
( ૧૧ )
એકથી એક અધિક ઘણા પદાર્થો છે. પેાતાથી અધિક ઘણા પદાર્થો છે એમ જાણવા છતાં કચેા વિવેકી પુરુષ ગર્વ કરે? અર્થાત્—વિવેકી પુરુષ તેા ન જ કરે. સંસારી જીવામાં પણ વિભુતિ આદિથી એક એકથી અધિક ઘણા જીવા છે. અને સામાન્ય જીવતત્ત્વની અપેક્ષાએ જોતાં સર્વ જીવા સમાન છે, તેા પછી કેનાથી અને શા અર્થે ગવ કરવા?
માયાચારની નિંદા:
यशो मारीचीयं कनकमृगमायामलिनितं हतोऽश्वत्थामोक्त्या प्रणयिलघुरासीद्यमसुतः । सकृष्णः कृष्णोभूत् कपटबहुवेषेण नितरा मपिच्छद्माल्पं तद्विषमिव हि दुग्धस्य महतः ।। २२० ॥
જેમ ઘણા દૂધને જરા સરખુ વિષ દુષીત કરે છે, તેમ હે ભવ્ય! અલ્પ સરખી માયા પણ અતિ મીઠા ગુણાને નિમેષ માત્રમાં નાશ કરે છે. જીએ-પાતે સુવણુ મૃગ ખની રામચ’દ્રને ઠગવાથી મારીચને યશ જગતમાં અત્યંત મલીનપણાને પામ્યા. “અસ્થામાં હતાઃ ” એવા માયાચાર યુક્ત વચનથી મહારાજા યુધિષ્ઠિરના નિર્મળ યશ જગતમાં મલિન થયા, અને તે પાતાના મિત્રમાં પણ લઘુપણાને પામ્યા, બાલ્યાવસ્થામાં નાના પ્રકારના કપટ યુક્ત વેષ ધારણ કરવાથી શ્રીકૃષ્ણના યશ મિલન થયે।. નાનું સરખું કપટ મહાન પુરુષોના નિળ યશને પણ મલિન કરે છે. એમ સમજી વિવેકી મુમુક્ષુ આત્માએ એથી પરાઙમુખ રહેવું એ જ શ્રેયસ્કર છે.
भेयं मायामहागर्तान्मिथ्याघनतमोमयात्
यस्मिन् लीना न लक्ष्यन्ते क्रोधादिविषमाहयः ।। २२१ ॥
અહે। ભવ્ય! મિથ્યાત્વભાવરૂપ સઘન અંધકારમાં છુપાઈ રહેલા એ માયા રૂપ અત્યંત ઊંડા અને અતિ વિસ્તીણુ ખાડાથી તમે ડરીને દુર રહે! એ ભયંકર પણ અતિશય ઊંડા ખાડામાં ક્રોધાદિ મહાદુષ્ટ સર્પા છુપાઇ રહ્યા છે, જે મિથ્યાત્વરૂપ સઘન અંધકારને લઈને દ્રષ્ટિગમ્ય થતા નથી.
જે જીવ આ માયાચારરૂપ વસ્તી અને ઊંડા ખાડામાં આવી સાય છે, તેને એ ક્રોધાદ્રિ ભયંકર સર્પો એવી રીતે ડસે છે કે–ફરી તે જીવ અનંતકાળ સુધી સચેત થઈ શકતા નથી. તેથી હે જીવ! એનાથી ડરીને તુ દુર રહે! એમાં જ તારું વાસ્તવિક શ્રેય છે.