________________
(૧૯)
એ જ ભાવને ગ્રંથકાર દ્રઢ કરે છે.
प्रच्छन्नकर्म मम कोऽपि न वेत्ति धीमान् ध्वंसं गुणस्य महतोऽपि हिमेति संस्थाः । कामं गिलन् धवलदीधितिधौतदाहो गूढोऽप्यबोध न विधुः सविधुन्तुदः कैः ॥ २२२ ॥
શાંત અને ઉજવળ કરણા વડે જગતના આતાપને દૂર કરવા વાળા ચંદ્રમા જ્યારે રાહુથી આચ્છાદિત થાય છે, ત્યારે જગતમાં તેને ક્રાણુ નથી જાણતું ? રાહુ એ ચંદ્રને ગમે તેટલા છુપાવે પણ એમ કાંઈ ચંદ્ર રાહુથી છુપાય છે ? છુપાઇ રહેનાર ચંદ્રે તથા છુપાવનાર રાહુ એ અનેને જગત તે સ્પષ્ટ દેખે છે, બસ એવી જ રીતે તારા જે મહાન ગુણા ગુપ્ત પાપ વડે હણાઈ રહ્યા છે, તેને તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષો જાણી શકતા નથી એમ તું ન સમજીશ, અર્થાત્ સ જાણે છે. કેઈપણુ દુષ્કૃતને છુપાવવા તેના ઉપર આડાટેડા વિપર્યાસ બુદ્ધિએ ગ્રહાઈ પટ ચડાવવા તેનું જ નામ કપટ અર્થાત્ માયાચાર છે. એ માયા યુક્ત કૃતિ ગુપ્ત તેા રહેતી નથી. છતાં કવિચત્ તું ધારે છે તેમ તે માયાચાર યુક્ત પ્રવૃત્તિ જગતથી ગુપ્ત રહે, તે! પણ એથી તને તેા સુખ નથી જ. કપટયુક્ત પરિણામની વ્યાકુળતા સેંકડો વીંછીંના ડંખ કરતાં પણુ આત્માને નિરંતર અત્યંત દુઃખને અનુભવ કરાવે છે. કા ને કઈ જાણી શકે એમ છેજ નહિ” એ તે તે માત્ર દોષા તરફના પક્ષપાતને લીધે મનેામન ઘડી રાખેલી કલ્પના માત્ર છે.
66
મારા માયાચારયુક્ત
હવે ગ્રંથકાર લાભ ષાયજન્ય હાનિ દર્શાવે છે. वनचरभयाद्धावन् देवाल्लताकुलबालधिः किल जडतया लोलो बालव्रजे विचलं स्थितः । वत स चमरस्तेन प्राणैरपि प्रवियोजितः परिणततृषां प्रायेणैवंविधा हि विपत्तयः ॥ २२३ ॥
જીએ ! ભીલ વા વ્યાઘ્રાદિના ભયથી ભાગતી ચમરી ગાયની પૂછ દૈવયેાગથી કાઇ વાડવેલાદિમાં ગુંચાઈ જાય છે ત્યારે તે મૂઢ ગાય પેાતાની પૂછના અત્યંત રાગે ત્યાં જ ઉભી રહે છે. ત્યાં તેની પાછળ પડેલા વનચર શિકારી તેને પ્રાણુ રહિત કરે છે. તેમ જગતમાં ઇંદ્રિય વિષયાદિના તૃષાતુર જીવાને મહુધા એ જ રીતે વિપત્તિ પ્રાપ્ત થાય છે.
*