________________
(૧૯) પશુ જેવાં પ્રાણી લભનાં માર્યા મરણને પ્રાપ્ત થાય છે તે પછી અત્યંત લેભના ભયંકર વમળમાં નિરંતર ખેંચાતાં મનુષ્યનું તો કહેવું જ શું? કે જેનું આયુષ્ય માત્ર સત્રિદિવસ કેવળ લાભના જ વિકલ્પમાં નિરંતર વ્યતિત થઈ રહ્યું છે. લેભના તીવ્ર વેગને તણું તે મનુષ્ય રાજદંડાદિથી પણ ડરતો નથી. અરે! પિતાના મરણથી પણ ડરતો નથી.
તે ગાય જે ધારે તો શિકારી વા સિહાદિ હિંસક પ્રાણીઓથી પિતાને પ્રાણ બચાવી શકે તેમ છે. એટલી બધી દેડવામાં તે શીધ્ર ગતિવાળી છે. પરંતુ નાસતાં નાસતાં પોતાની પૂછનો કેઈ થોડેક ભાગ ઝાડી આદિમાં ભરાઈ રહેતાં તે મૂર્ખ ગાય ત્યાં જ ઉભી રહે છે. એક ડગલું પણું આગળ ભરી શકતી નથી. “રખે મારી પૂંછને કઈ વાળ તૂટી ન જાય!” એ વિચારમાં વાળના લેભે પ્રેમઘેલી બની પિતાની સર્વ સુધબુધ ભૂલી જાય છે. વાળ ઉપર અત્યંત આંધળે અનુરાગ પાછળ આવતા યમરાજના ભયને પણ ભૂલાવે છે. અને તે જ ક્ષણે તેની પાછળ પડેલે શિકારી તુરત તેને પ્રાણહીન કરે છે. કઈ પણ વસ્તુની આસક્તિ એ જ રીતે મરણાંત કષ્ટ આપનારી છે. છતાં વિષયાનુરાગી લોભી આત્માને તેને જરાપણુ લક્ષ વર્તતે નથી. જેની વિષયાકાંક્ષા વિરામ પામી નથી તે જીવ સંસારમાં પ્રાયે એવી જ રીતે નિરંતર દુઃખ જ સહ્યા કરે છે.
એ રીતે ઉપરોક્ત ચારે કષા જીવને અત્યંત દુઃખપ્રદ છે, એ અનાદિ કષાને જય કરે એ જીવનું સર્વથી પ્રથમ કર્તવ્ય છે. પણ દીર્ઘ સંસારી જીવ એને જીતી શકતો નથી. જે ભાગ્યવાન જીવ એ અનાદિ કષાયને નિગ્રહ-વિજય કરી શકે છે, તે કઈ અલ્પ સંસારી પ્રાચે હેય છે. એવા અલ્પ સંસારી આત્માનાં લક્ષણ શાં હોય?
विषयविरतिः संगत्यागः कषायविनिग्रहः शमयमदमास्तत्त्वाभ्यासस्तपश्चरणोद्यमः। नियमितमनोवृत्तिभक्तिर्जिनेषु दयालुता
भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥ २२४ ॥ વિષયથી વિરક્તતા, પરિગ્રહ પ્રત્યે અત્યંત ત્યાગ પરિણામ, કષાયને નિગ્રહ, શાંત અંતઃકરણ, ઇંદ્રિયવિષયને નિરોધ, હિંસાદિ પાપનો યાવત્ ત્યાગ, તસ્વાભ્યાસ, તપશ્ચરણમય આત્મદશા, મનનું નિયમિતપણું, જિનેશ્વરની ભક્તિ, અને પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા આટલી સામગ્રી