________________
(૧૭) ગિરિકંદરા, વિષમ વન, નદીતટ, અને એવાં નિર્જન પ્રદેશમાં એમણે વસવું એ જ ચગ્ય છે.
શરીર પ્રત્યેની અનુરાગ ભરી મૂઢતા સાથે બીજી પણ તેમની દુર્દશા બની રહી છે તે તો જુઓ –
वरं गार्हस्थ्यमेवाद्य तपसो भावि जन्मनः ।
सुस्त्रीकटाक्षलुण्टाकै सवैराग्यसंपदः ॥ १९८ ।। સંદર્યમાન સ્ત્રીઓના કટાક્ષરૂપ લુંટારાઓ વડે જેમની જ્ઞાન-વૈરાગ્ય સંપદા લુંટાઈ રહી છે, અને તેથી જેમના ભાવિમાં સંસાર પરિભ્રમણ જ નિર્મિત થયું છે, એવા તપ કરતાં તે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે.
આજ તે વૈરાગ્ય પૂર્વક મેટી ધામધૂમથી દિક્ષિત બન્યા, તપસ્વી બન્યા, પણ સવાર થતાં જ જેઓ સ્ત્રીકટાક્ષરૂપ લુંટારાઓથી સહજ માત્રમાં વૈરાગ્યરૂપ સંપદાથી લુંટાઈ ગયા. એવા તપસ્વી કરતાં તે ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. જેમને તપ અને વિરાગ્ય એટલે બધે શિથિલ છે કે પૂરો દિવસ બે દિવસ પણ ટકી શકતો નથી. તેઓથી સંસારને ઉચ્છેદ થવે કેવળ અસંભવિત છે. એવા તપ વૈરાગ્ય કે જે વાસ્તવ્ય આત્મબોધ વાસિત નથી, તથા પ્રકારે આત્મદશાએ પરિણત નથી, તે માત્ર સંસાર વૃદ્ધિના હેતુરૂપ થાય છે. તેથી એવા મલિન તપાદિ કરતાં નિર્મળ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. જુઓ –
गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान् । अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ॥
( સ્વામી સમંતભદ્ર ) અવિરત-વિરત સમ્યક્ મોક્ષ માર્ગમાં સ્થિત એક ઉજ્જવળ વૃત્તિમાન ગૃહસ્થ પેલા મેહમૂઢ મુનિ કરતાં નિર્મોહ પરિણામી છે. પણ એ નિર્મોહ ગૃહસ્થ કરતાં અનગાર વેષને ધારણ કરી રહેલ મેહી મુનિ કઈ રીતે કલ્યાણનું કારણું નથી.'
वरं दारिदयमन्यायप्रभवाद्विभवादिह ।
कृषताभिमतादेहे पीनता न तु शोकतः ॥ અર્થ—અન્યાય પૂર્વક ધનવાન બનવા કરતાં એ દરિદ્રાવસ્થા જ ભલી છે. જેમ સજનપુરુષને અન્યાય પ્રવૃતિ ભૂલશરીરી બનવા કરતાં કૃષશરીર ઠીક લાગે છે.